ગુજરાત વેધર : અમદાવાદમાં કરા પડ્યા, રાજ્યના અનેક જિલ્લામાં પવન સાથે વરસાદ

ગુજરાત વેધર, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ, ભાવનગર જામનગર સહિતના જિલ્લામાં વરસાદ પડ્યો છે, ક્યાંક અનાજ પલડીગયું, તો ક્યાંક લગ્નનો મંડપ, તો ક્યાંક ઉભો પાક.

ગુજરાત વેધર, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ, ભાવનગર જામનગર સહિતના જિલ્લામાં વરસાદ પડ્યો છે, ક્યાંક અનાજ પલડીગયું, તો ક્યાંક લગ્નનો મંડપ, તો ક્યાંક ઉભો પાક.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
વરસાદ : ગુજરાતના 50 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અંજારમાં; જાણો રવિવાર અને સોમવાર ક્યા વરસાદ પડશે

ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો

Gujarat Weather Today, ગુજરાત વેધર : ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માવઠુ જોવા મળ્યું છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં બાપુનગર, નિકોલ સહિતના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા છે.

Advertisment

હવામાન વિભાગની આગાહી અનુસાર, 1 માર્ચ અને 2 માર્ચના રોજ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ અંતર્ગત રાજ્યમાં બપોર બાદ અમદાવાદા, રાજકોટ, જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ક્યાંક માર્કેટયાર્ડમાં અનાજ પલળી ગયું છે, તો ક્યાંક લગ્નના મંડપ પલડી ગયા છે.

અમદાવાદમાં કરા સાથે વરસાદ

અમદાવાદ શહેરની વાત કરીએ તો, શહેરના પૂર્વ વિસ્તારમાં બાપુનગર, શાહિબાગ, નિકોલ સહિતના વિસ્તારમાં કરા પડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે ગોતા, ન્યુ રાણીપ, રાણીપ, ચાંદખેડા, સાબરમતી, એસજી હાઈવે, બોડકદેવ, સીજી રોડ, નહેરૂનગર સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે.

માર્કેટ યાર્ડમાં અનાજ પલળ્યું, ખેડૂતો ચિંતિત

આ બાજુ જામનગરમાં માર્કેટ યાર્ડમાં બહાર પડેલ અનાજ પલડી જતા વેપારીઓને મોટુ નુકશાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્યમાં ખેડૂતો પણ ચિંતીત છે. કેટલાક ખેતરોમાં હજુ પણ રવિ પાક તૈયાર થયેલો છે, જેમાં માવઠાના કારણે નુકશાન થવાની ભીતી સર્જાઈ છે.

Advertisment

માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ ડિસ્ટર્સબન્સના કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં માવઠાની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં શનિવાર અને રવિવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 30થી 40 કિમીની ઝડપે પવન ફૂકાઈ શકે છે.

આ પણ વાંચો - ગુજરાત વેધર : રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી, જાણો – ક્યાં ક્યારે વરસાદ થશે?

2 માર્ચે ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, 2 માર્ચે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા વિસ્તારમાં છૂટા છવાયા સ્થળો પવન સાથે છૂટાછવાયા સ્થળોએ માવઠાની અસર જોવા મળશે, અને આ બાજુ કચ્છ જિલ્લામાં પણ માવઠાની અસર જોવા મળશે. જ્યારે અન્ય જિલ્લામાં પણ ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત