Gujarat Weather Heat wave Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ગરમીનું મોજું ફરી વળતા લોકો ત્રાહિમામ. હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ ઉષ્ણ લહેરની આગાહી કરી છે. રાજ્યના પાંચ જિલ્લામાં ભારે ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ગરમીનો પારો 46 ડિગ્રીને પાર કરી ગયો છે. આજે સાબરકાંઠામાં ગરમી 46 ડિગ્રીને પાર કરી ગઈ છે. અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ગરમીએ માજા મુકી છે. સૂરજદાદા આગ વરસાવી રહ્યા છે. લોકો ગરમીથી બચવા અનેક પ્રયત્નો કરતા જોવા મળ્યા છે. વાહન ચાલકો પરેશાન.
હવામાન વિભાગનું છ જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, અગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજુ ફરી વળશે, હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની ચેતવણી અનુસાર, કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લાઓ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જુનાગઢ તથા દક્ષિણ ગુજરાતમાં વલસાડ પ્રદેશમાં ઉષ્ણ લહેરની ભારે સંભાવના છે. તારીખ 18 મે થી 22 મે 2024 સુધી આ પાંચ જિલ્લામાં 44 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની પુરી સંભાવના છે.
શુક્રવારે ક્યાં કેવી ગરમી પડી
શહેર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 44.2 31.0 ડીસા 44.4 28.2 ગાંધીનગર 44.0 30.4 વલ્લભ વિદ્યાનગર 43.1 29.4 વડોદરા 42.2 30.6 સુરત 35.8 29.6 વલસાડ 37.2 22.2 દમણ 35.6 28.0 ભુજ 43.8 26.7 નલિયા 38.5 27.5 કંડલા પોર્ટ 37.5 29.0 કંડલા એરપોર્ટ 41.6 27.9 અમરેલી 43.2 27.6 ભાવનગર 39.7 29.4 દ્વારકા 33.6 28.0 ઓખા 35.4 28.4 પોરબંદર 36.7 27.2 રાજકોટ 43.7 25.7 વેરાવળ 33.6 27.5 દીવ 34.0 27.6 સુરેન્દ્રનગર 44.7 28.8 મહુવા 41.0 28.5 કેશોદ 41.5 26.6
ગરમીની અસર
હવામાન વિભાગે ગરમીની આગાહી સાથે લોકો માટે સાવચેતીના કેવા પગલા ભરવા તે મામલે પણ જણાવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે, સામાન્ય તંદુરસ્તી ધરાવતા લોકો માટે મધ્યમ તાપમાન સહન થઈ શકે છે. પરંતુ, વૃદ્ધ, ગંભીર બીમાર, નાના બાળકો સહિતના લોકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ રહે છે.
આ પણ વાંચો – Gujarat Weather Report : આજે સાવધાન! સિઝનમાં પહેલી વાર ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચ્યું, રેડ એલર્ટ જાહેર
સાવચેતીના પગલા
હવામાન વિભાગે ભારે ગરમીના કારણે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. હવામાન વિભાગે ગરમીની બચવાના ઉપાયો વિશે જણાવતા કહ્યું છે કે, ભારે ગરમીમાં ગરમીના સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. આછા રંગના કપડા પહેરવા જોઈએ, સાથે વજનમાં હળવા અને સુતરાઉ કાપડના કપડા ગરમીમાં રાહત આપે છે. આ સિવાય ગરમીમાં હંમેશા માથુ ઢાંકવું જોઈએ.