/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gujarat-Weather-Report-heat-wave-alert.jpg)
ગુજરાતમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ - photo - Freepik
Gujarat Weather Report, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં મોટભાગના શહેરોમાં ગરમીએ 46 ડિગ્રીની સપાટી વટાવતા લોકો તોબા પોકારી ગયા હતા. કંડલા એરપોર્ટ વિસ્તારમાં ગરમીએ 46 ડિગ્રીની સપાટી વટાવી હતી. અમદાવાદમાં ગરમી 46 ડિગ્રી નજીક પહોંચી ગઈ હતી. જોકે, આજે પણ અમદાવાદમાં ગરમી ભુક્કા બોલાવી દેશે. ગરમીની ચરમસીમાને જોતા તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
આજે અમદાવાદમાં ગરમી 46 ડિગ્રી પહોંચવાની ધારણા
હવામાન વિશે જાણકારી આપતી વેબસાઈટ AccuWeather.com પ્રમાણે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સાંજના 5 વાગ્યાની આસપાસ મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જશે. જ્યારે લઘુત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. પવનની ગતિ 22 કિલોમીટર પ્રતિ કલાક રહશે. હવાની ગુણવત્તા ખરાબ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gujarat-weather-Ahmedabad-heat-wave.jpg)
ગુજરાતમાં ગરમીએ 46 ડિગ્રીની સપાટી વટાવી
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટમાં નોંધાયું હતું. આંકડામાં વાત કરીએતો કંડલા એરપોર્ટ પર 46.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 45.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યમાં આ સિઝનનું સૌથી ઊંચુ તાપમાન ગણવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ-Raju Bapu Controversy : કથાકાર રાજુગીરી બાપુ વિવાદ, કોળી-ઠાકોર સમાજનો વિરોધ યથાવત
આંકડા પ્રમાણે 46.1 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 45.9 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું બીજું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્રીજા નંબર પર 45.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર, ચોથા નંબરે 45.7 ડિગ્રી સાથે ગાંધીનગર રહ્યું હતું. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમી 40 ડિગ્રીની ઉપર નોંધાઈ હતી.
બુધવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 45.9 | 31.0 |
| ડીસા | 44.3 | 29.3 |
| ગાંધીનગર | 45.7 | 31.0 |
| વલ્લભ વિદ્યાનગર | 44.1 | 30.8 |
| વડોદરા | 43.4 | 30.8 |
| સુરત | 41.2 | 29.8 |
| વલસાડ | 39.0 | 21.6 |
| દમણ | 35.2 | 28.0 |
| ભુજ | 44.3 | 27.0 |
| નલિયા | 37.7 | 27.8 |
| કંડલા પોર્ટ | 39.2 | 27.6 |
| કંડલા એરપોર્ટ | 46.1 | 27.5 |
| અમરેલી | 44.9 | 28.3 |
| ભાવનગર | 41.2 | 29.9 |
| દ્વારકા | 32.8 | 28.2 |
| ઓખા | 35.5 | 28.4 |
| પોરબંદર | 36.0 | 27.5 |
| રાજકોટ | 44.2 | 26.2 |
| વેરાવળ | 33.2 | 27.9 |
| દીવ | 35.4 | 27.7 |
| સુરેન્દ્રનગર | 45.8 | 29.0 |
| મહુવા | 43.2 | 29.1 |
| કેશોદ | 42.0 | 26.9 |
હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે આજે 23 મે 2024, ગુરુવારના દિવસે ગુજરાતના 16 જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લાઓની વાત કરીએ તો ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે.
આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us