Gujarat Weather Report : ઘરમાંથી નીકળતા પહેલા સાવધાન! ગુજરાતમાં ગરમી 47 ડિગ્રી નજીક પહોંચી, અમદાવાદમાં ચેતવણી

Gujarat Weather Report, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લોકો તોપા પોકારી ગયા છે. હજી પણ આગામી દિવસોમાં લોકોને ગરમીમાંથી રાહત મળવાની નથી. આગામી દિવસો માટે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે.

Gujarat Weather Report, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લોકો તોપા પોકારી ગયા છે. હજી પણ આગામી દિવસોમાં લોકોને ગરમીમાંથી રાહત મળવાની નથી. આગામી દિવસો માટે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather updates, Gujarat summer update, Gujarat heat wave, IMD forecast for Gujarat weather | lok sabha election

અમદાવાદમાં ગરમી - Express photo

Gujarat Weather Report, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો છે. આકાશમાંથી આગ વરસી રહી છે. ગરમીનો પારો ધીમે ધીમે ઉચકાઈ રહ્યો છે. ગુજરાતમાં ગરમીનો પારો 47 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. એક તબક્કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગરમી 47 ડિગ્રી પહોંચી ગઈ હતી. અસહ્ય ગરમીના કારણે અબોલ પશુ પક્ષીઓથી લઈને માણસો સુધી ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમીની સ્થિતિને જોતા તંત્રએ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Advertisment

અમદાવાદમાં ગરમી 47 ડિગ્રી નજીક પહોંચી, રેડ એલર્ટ

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં ગરમીનો પારો પોતાની ચરમ સીમા પાર કરી ગયો છે. ગુરુવારે અમદાવાદમાં ગરમીએ 46.6 ડિગ્રીની સપાટી વટાવતા 47 ડિગ્રી નજીક પહોંચી હતી. જોકે, અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં ગરમીનો પારો 47.3 ડિગ્રી સુધી પહોંચ્યાના મીડિયામાં અહેવાલ પણ છે. ગુરુવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 30.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું હતું. તંત્ર દ્વારા આગામી દિવસો સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આજે અમદાવાદમાં કેવી પડશે ગરમી?

AccuWeather.com પ્રમાણે આજે અમદાવાદમાં ગરમી 45 ડિગ્રીની આસપાસ રહેશે.આજે અમદાવાદીઓને ગરમીમાંથી થોડી રાહત મળશે. જોકે, આ રાહત પુરતી નહીં હોય. કારણ કે અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી રહેશે. અમદાવાદમાં પવનની ગતિ 19 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આ પણ વાંચોઃ-ચક્રવાત રેમાલ અપડેટ : દરિયામાં વાવાઝોડા નો ખતરો, બંગાળમાં લેન્ડફોલનો ભય, ગુજરાત પર કોઈ અસર થશે?

Advertisment

રાજ્યમાં સૌથી વધારે ગરમી ગાંધીનગરમાં 46 ડિગ્રી નોંધાઈ

હવામાન વિભાગે ગુરુવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુરુવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 32.7 ડિગ્રીથી લઈને 46.6 ડિગ્રી સુધી નોંધાયું હતું. જેમાં અમદાવાદમાં 46.6 ડિગ્રી બાદ ગુજરાતમાં ગાંધીનગરમાં પણ ગરમીએ 46 ડિગ્રીની સપાટી સ્પર્શી હતી. 46 ડિગ્રી મહત્તમ તપામાન સાથે ગાંધીનગર રાજ્યનું બીજું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત વડોદરામાં 45 ડિગ્રી, સુરેન્દ્રગરમાં 45.9 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Gujarat Weather updates, Gujarat summer update, Gujarat heat wave
ગુજરાતમાં ઉનાળો - Express photo

ગુરુવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ46.6 30.8
ડીસા45.4 29.0
ગાંધીનગર46.0 30.8
વલ્લભ વિદ્યાનગર44.1 29.5
વડોદરા45.0 31.2
સુરત37.0 29.5
વલસાડ0022.4
દમણ36.0 28.0
ભુજ42.8 27.3
નલિયા38.0 27.4
કંડલા પોર્ટ39.3 27.8
કંડલા એરપોર્ટ45.527.5
અમરેલી44.4 28.0
ભાવનગર42.2 30.6
દ્વારકા32.7 28.1
ઓખા35.7 28.6
પોરબંદર37.4 27.0
રાજકોટ43.8 25.3
વેરાવળ33.2 27.7
દીવ39.6 27.5
સુરેન્દ્રનગર45.929.4
મહુવા41.8 29.9
કેશોદ41.6 26.8

હવામાન વિભાગે 21 જિલ્લામાં આપી હીટવેવની આગાહી

હવામાન વિભાગે રાજ્યના 21 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરને ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ અને કચ્છમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી છોટા ઉદેપુર, પંચમહાલ અને ખેડામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત