Gujarat Weather Report : અમદાવાદ અને ગાંધીનગરમાં ફરી ગરમી વધી, રાજ્યના 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર : ગુજરાતમાં એક તરફ વરસાદની આગાહી થઈ રહી છે તો બીજી તરફ ગરમીનો પારો ઉચકાયો છે. અહીં વાંચો આજે ક્યાં વરસાદ પડશે.

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાત વેધર : ગુજરાતમાં એક તરફ વરસાદની આગાહી થઈ રહી છે તો બીજી તરફ ગરમીનો પારો ઉચકાયો છે. અહીં વાંચો આજે ક્યાં વરસાદ પડશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast| ગુજરાતમાં આજની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આજની હવામાન વિભાગની આગાહી, Express photo

Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast, ગુજરાતમાં વરસાદ આગાહી, ગુજરાત વેધર : ગુજરાતમાં એક તરફ વરસાદની આગાહી થઈ રહી છે તો બીજી તરફ ગરમીનો પારો પણ ઉચકાઈ રહ્યો છે. ગુજરાતમાં 12 જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની શક્યતાઓ પણ સેવાઈ છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીએ ફરી માથું ઉચક્યું છે. આ બંને શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચી ગયો છે.

Advertisment

અમદાવાદ અને ગાંધીનગર બન્યા સૌથી ગરમ શહેર

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને લઘુતમ તાપમાન 34.4 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગર 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ગુજરાતના સૌથી ગરમ શહેર રહ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર 42.8 ડિગ્રી સાથે બીજા સ્થાને, રાજકોટ અને વિદ્યાનગર 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં ગરમી 41 ડિગ્રીની આસપાસ રહી હતી.

ગુજરાતના 12 જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરી છે કે આજે 8 જૂન 2024, શનિવારના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ પડી શકે છે. વિસ્તારની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓ જેમ કે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ- Gujarat Monsoon IMD Forecast: ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે? કેરળ થી કાશ્મીર સુધી ચોમાસાનો સંપૂર્ણ ટાઇમટેબલ જૂઓ

Advertisment

શુક્રવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ43.0 30.0
ડીસા41.7 29.3
ગાંધીનગર43.0 30.2
વલ્લભ વિદ્યાનગર42.3 29.0
વડોદરા41.6 30.0
સુરત38.1 29.8
વલસાડ37.6 21.8
દમણ35.2 29.2
ભુજ40.4 27.8
નલિયા36.228.6
કંડલા પોર્ટ37.0 28.5
કંડલા એરપોર્ટ40.7 28.2
અમરેલી0027.2
ભાવનગર39.9 29.8
દ્વારકા34.2 29.3
ઓખા35.6 28.8
પોરબંદર35.6 27.0
રાજકોટ42.3 25.8
વેરાવળ34.4 29.2
દીવ34.5 27.5
સુરેન્દ્રનગર42.8 29.0
મહુવા38.4 28.3
કેશોદ38.7 27.8

આજે અમદાવાદમાં કેવી રહેશે ગરમી?

AccuWeather.com પ્રમાણે અમદાવાદમાં આજે ગરમીમાં ઘટાડો થશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે દિવસના સમયે મેક્સીમમ યુવી ઈન્ડેક્સ 13 રહેશે જે વધારે ગણાય. પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે જ્યારે હવામા ભેજનું પ્રમાણ 62 ટકા રહેશે. 17 ટકા આકાશ વાદળછાયું રહેશે.

વેધર ન્યૂઝ ઉનાળો વરસાદ ગુજરાત