/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gujarat-summer-weather-report.jpg)
ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો - Express photo
Gujarat Weather Report, Gujarat Weather Updates, ગુજરાત વેધર : મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે. ગુજરાતમાં કાળઝાર ગરમી પડવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં ગરમીએ 45 ડિગ્રી તાપમાન વટાવતા રાજ્ય અગનગોળો બની ગયું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર નોંધાયું હતું.
સુરેન્દ્રનગર અને ડીસામાં ગરમી 45 ડિગ્રી પાર
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે. ત્યારે રવિવારના દિવસે સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી અને ડિસામાં મહત્તમ તાપમાન 45.1 ડિગ્રી પહોંચ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.9 ડિગ્રી પહોંચ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર, વિદ્યાનગર, વડોદરા, ભાવનગર અને અમરેલી સહિત મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહ્યું હતું.
અમદાવાદમાં ગરમી 45 ડિગ્રી વટાવશે
AccuWeather.com પ્રમાણે આજે 20 મે 2024, સોમવારના દિવસે અમદાવાદમાં ગરમી 45 ડિગ્રીની સપાટી વટાવસે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે. હવાની ગુણવત્તા ખરાબ છે. જ્યારે પવનની ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બપોરના સમયે શહેરમાં આકાશમાંથી આગ વરસશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gujarat-Weather-Report.jpg)
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 44.9 | 31.2 |
| ડીસા | 45.1 | 27.7 |
| ગાંધીનગર | 44.2 | 31.2 |
| વલ્લભ વિદ્યાનગર | 44.1 | 30.4 |
| વડોદરા | 44.0 | 30.6 |
| સુરત | 41.8 | 28.9 |
| વલસાડ | 40.6 | 21.6 |
| દમણ | 36.0 | 28.4 |
| ભુજ | 42.8 | 28.2 |
| નલિયા | 37.6 | 27.0 |
| કંડલા પોર્ટ | 36.5 | 29.0 |
| કંડલા એરપોર્ટ | 44.3 | 29.0 |
| અમરેલી | 44.6 | 28.1 |
| ભાવનગર | 44.6 | 29.0 |
| દ્વારકા | 32.2 | 28.0 |
| ઓખા | 35.7 | 28.6 |
| પોરબંદર | 38.5 | 27.0 |
| રાજકોટ | 44.1 | 26.2 |
| વેરાવળ | 33.4 | 27.3 |
| દીવ | 36.4 | 27.7 |
| સુરેન્દ્રનગર | 45.3 | 29.0 |
| મહુવા | 42.6 | 29.3 |
| કેશોદ | 43.1 | 26.1 |
આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી પંચે 9000 કરોડનો ડ્રગ્સ, દારુ અને મફત વિતરણનો માલસામાન જપ્ત કર્યો, સૌથી વધુ ગુજરાતમાં
હવામાન વિભાગની હીટવેવની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. કાળઝાર ગરમી વચ્ચે હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ તેમજ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા અને વલસાડમાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની પણ સલાહ આપી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us