ગુજરાત વેધર : ગરમીએ મચાવ્યો હાહાકાર, ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન, હવામાન વિભાગનું એલર્ટ

Gujarat Weather Report, ગુજરાત વેધર રીપોર્ટ : ગુજરાતમાં અત્યારે આકાશમાંથી આગ વરસી રહી છે. આગામી પાંચ દિવસ માટે ગુજરાતના લોકો માટે ભારે રહેશે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે.

Written by Ankit Patel
May 21, 2024 09:25 IST
ગુજરાત વેધર : ગરમીએ મચાવ્યો હાહાકાર, ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં અસહ્ય ગરમી - Express photo

Gujarat Weather Report, Gujarat Weather Updates, ગુજરાત વેધર : ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. આકાશમાંથી આગળની જ્વાળાઓ વરસી રહી છે. ત્યારે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આવી છે.

રાજ્યનું પાટનગર બન્યું લાલઘુમ

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સૌથી વધારે ગરમી 45 ડિગ્રી નોંધાઈ હતી. રાજ્યનું પાટનગર ગાંધીનગર 45 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત 44.5 મહત્તમ તાપમાન સાથે અમદાવાદ બીજા નંબર રહ્યું હતું. રાજ્યમાં સોમવારે મોટાભાગના શહેરોમાં 43 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું.

Gujarat Weather updates, Gujarat summer update, Gujarat heat wave, IMD forecast for Gujarat weather | lok sabha election
અમદાવાદમાં ગરમી – Express photo

આગામી પાંચ દિવસ ગુજરાતમાં આકાશ વરસાવશે આગ

હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે. મોટાભાગના વિસ્તારોમાં હીટવવની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને કચ્છ વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરવાની સાથે બપોરના સમયે કામવગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવાનું સૂચન પણ કર્યું છે.

આ પણ વાંચોઃ- અમદાવાદ એરપોર્ટ આતંકવાદીઓની ધરપકડ મામલે ATS ના મોટા ખુલાસા : ‘સુસાઈડ બોમ્બર બનવા તૈયાર હતા’

સોમવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ44.5 31.2
ડીસા43.2 28.5
ગાંધીનગર45.0 31.0
વલ્લભ વિદ્યાનગર44.1 29.8
વડોદરા44.2 31.8
સુરત38.5 28.6
વલસાડ37.6 22.0
દમણ36.027.6
ભુજ41.2 26.4
નલિયા36.0 27.0
કંડલા પોર્ટ36.6 28.1
કંડલા એરપોર્ટ42.5 27.2
અમરેલી44.0 28.2
ભાવનગર44.229.0
દ્વારકા32.1 28.0
ઓખા35.628.3
પોરબંદર38.5 27.0
રાજકોટ43.0 25.2
વેરાવળ33.2 26.9
દીવ35.2 28.0
સુરેન્દ્રનગર44.329.5
મહુવા42.4 30.1
કેશોદ41.7 26.9

હીટવેવથી બચવા શું કરવું જોઈએ?

હવામાન વિભાગે ગુજરાતમાં હીટવેવની ચેતવણીની સાથે સૂચનાઓ પણ આપી છે. ઉનાળામાં ભારે ગરમીના કારણે બિમાર થવાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે હવામાન વિભાગે સૂચના આપી છે કે અત્યારે વધારે ગરમી પડે છે ત્યારે બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવું. શક્ય હોય ત્યાં સુધી સાંજે કે સવારે ઘરની બહારના કામ પતાવવા.

આ ઉપરાંત જો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવું જરુરી હોય તો સૂર્યના સીધા સંપર્કમાંથી આવવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન ભરપૂર પાણી પીવું જોઈએ. સમય સમયે પાણી પીતા રહેવું જોઈએ. સાથે જ હલકા રંગના કપડા પહેરવા જોઈએ અને ખાસ કરીને સુતરાઉ કપડા પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત માથું ઢાંકેલું રાખવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ