/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gujarat-Summer-Weather-alert.jpg)
Gujarat Weather Report | ગુજરાતમાં ગરમી ચરમસીમા પર - Express photo
Gujarat Weather Report, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી દીધું છે અને આકાશમાં આગ વરસી રહી છે. છેલ્લા ચાર પાંચ દિવસથી ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહ્યું છે. આમ ગુજરાત આગની ભઠ્ઠીમાં ફેરવાયાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આજે બુધવારે પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી રહેવાનું અનુમાન છે. બીજી તરફ કાળઝાર ગરમીના કારણે હીટસ્ટોક, બેભાન થવાની ઘટનાઓમાં વધારો થયો જ્યારે સુરતમાં ભર તડકામાં યુવકનું મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે.
Gujarat Weather Report : 45.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર બન્યું અગનગોળો
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે 21 મે 2024, મંગળવારે ગુજરાતમાં સૌથી વધારે ગરમી 45.4 ડિગ્રી નોંધાઈ હતી. સુરેન્દ્રનગર 45.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે બીજા નંબરે 45.3 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ, ત્રીજા નંબરે 45.2 ડિગ્રી સાથે અમદાવાદ, 45 ડિગ્રી સાથે ગાંધીનગર અને અમરેલી ચોથા સ્થાને રહ્યા હતા.
Gujarat Weather Report : આજે પણ અમદાવાદમાં રહેશે 45 ડિગ્રી મહત્તમ તાપમાન
હવામાનની જાણકારી આપતી વેબસાઈટ AccuWeather પ્રમાણે આજે 22 મે 2024, બુધવારના દિવસે પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી રહેવાનું અનુમાન છે. મહત્તમ યુવી ઈન્ડેક્સ 13 એક્સ્ટ્રેમ રહેશે. જ્યારે પવનની ગતિ 19 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં ગરમ પવનો ફૂંકાતા હીટવેવની સંભાવના છે. આગ ઝરતી ગરમીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
Gujarat Weather Report : હવામાન વિભાગે આ જિલ્લાઓને કર્યા સાવધાન
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્રના મોતાભાગના વિસ્તારો જેવા કે સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટમાં હીટવેવની શક્યતાઓ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત અને વલસાડમાં પણ હીટવેવનું મોજું ફરીવળવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gujarat-weather-Ahmedabad-heat-wave.jpg)
Gujarat Weather Report : મંગળવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 45.2 | 30.6 |
| ડીસા | 43.0 | 28.2 |
| ગાંધીનગર | 45.0 | 30.5 |
| વલ્લભ વિદ્યાનગર | 43.9 | 30.4 |
| વડોદરા | 44.2 | 30.4 |
| સુરત | 42.0 | 29.7 |
| વલસાડ | 00 | 21.8 |
| દમણ | 36.8 | 28.4 |
| ભુજ | 42.6 | 26.0 |
| નલિયા | 36.6 | 27.0 |
| કંડલા પોર્ટ | 36.6 | 27.5 |
| કંડલા એરપોર્ટ | 45.3 | 27.1 |
| અમરેલી | 45.0 | 28.0 |
| ભાવનગર | 43.8 | 29.7 |
| દ્વારકા | 33.4 | 27.8 |
| ઓખા | 34.7 | 28.4 |
| પોરબંદર | 37.0 | 27.2 |
| રાજકોટ | 43.7 | 24.8 |
| વેરાવળ | 33.6 | 27.5 |
| દીવ | 35.1 | 27.7 |
| સુરેન્દ્રનગર | 45.4 | 29.0 |
| મહુવા | 41.8 | 28.5 |
| કેશોદ | 42.0 | 26.3 |
આ પણ વાંચોઃ- Ahmedabad Weather Report : અમદાવાદમાં ચાર દિવસ ગરમીનું રેડ એલર્ટ, તંત્રએ લીધો મહત્વનો નિર્ણય
હીટવેવથી બચવા આટલું કરો
હીટવેવની આગાહી કરવાની સાથે સાથે હવામાન વિભાગે કેટલાક સૂચનો પણ આપ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે હીટવેવથી બચવા માટે લાંબા સમય સુધી સૂર્યના સંપર્કમાં રહેવાથી લૂ સહિતની બીમારીના ભોગ બની શકાય છે. નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ સહિત બીમાર લોકોએ સીધા સૂર્યના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુમાં વધુ પાણી પીવું જોઈએ જેથી ડિહાઈડ્રેશનથી બચી શકાય. આ સિવાય વધુ પરસેવો થાય તો ORS પણ પીવું જોઈએ, સાથે લીંબુ શરબત, ઘરે બનાવેલા પીણા, લસ્સી, ચોખાનું પાણી, છાશ વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us