Gujarat Weather : કોડીનાર અને સુરતમાં જળબંબાકાર: રોડ-રસ્તા બેટમાં ફેરવાયા, આવતીકાલ આ 3 જિલ્લા માટે ભારે

Gujarat today weather : આજે સવારથી મેઘરાજાએ સુરત અને ગીર સોમનાથના કોડિનાર તાલુકાને ઘમરોળી દીધુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલે બુધવારે અમરેલી, ભાવનગર અને વલસાડમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ અપાયું છે.

Gujarat today weather : આજે સવારથી મેઘરાજાએ સુરત અને ગીર સોમનાથના કોડિનાર તાલુકાને ઘમરોળી દીધુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલે બુધવારે અમરેલી, ભાવનગર અને વલસાડમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ અપાયું છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
IMD Monsoon : ઓગસ્ટમાં વર્ષ 1901 પછી સૌથી ઓછો વરસાદ, સપ્ટેમ્બરમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ધોધમાર વરાસદ પડી રહ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથના કોડિનાર અને સુરતમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે, ત્યારે સવારે 10થી બપોરે 12 વાગ્યે તો મેઘરાજાનું જોર વધારે જોવા મળ્યું હતું. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

Advertisment

સુરતમાં ઠેર-ઠેર પાણી જ પાણી

સુરતની વાત કરીએ તો, સુરત શહેરમાં સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવી છે. સવારે 10 વાગ્યાથી 12 વાગ્યે મેઘરાજાનું સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. માત્ર બે કલાકમાં જ 3 ઈંચ વરસાદ ખાબકતા શહેર પાણી પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેને પગલે વાહન ચાલકો અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તંત્ર દ્વારા પાણીનું લેવલ રસ્તાઓ પરથી ઓછુ કરવાના પ્રયત્નો ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ બાજુ તાપી જિલ્લાથી પણ ભારે વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે ઝાપટા પડ્યા છે. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

કોડીનારમાં રસ્તા બેટમાં ફેરવાયા

ગીર સોમનાથની વાત કરીએ તો, આજે સવારથી લઈ અત્યાર સુધી ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં કોડિનારમાં તો સાડા ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર, પાટણ-વેરાવળ, સૂત્રાપાડા અને તલાલામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. કેટલીક જગ્યાએ તો વાહન વ્યવહાર પણ કોરવાયો છે. નદી નાળા બે કાંઠે વહેતા જોવા મળ્યા છે.

તળાજા-પાલીતાણાના 17 ગામોને એલર્ટ

ભાવનગરમાં શેત્રુંજી ડેમ 80 ટકા ભરાઈ ગયો છે. ઉપર વરસાદ ચાલુ રહેતા હજુ પણ ડેમમાં પાણીની આવક સતત આવી રહી છે. હવામાન વિભાગની આગાહી અને ઉપરથી સતત પાણીની આવક ચાલુ રહેતા તળાજા, પાલીતાણાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Advertisment
Gujarat Today Rain
સવારથી બપોર 2 વાગ્યા સુધીનો વરસાદ ડેટા

સવારથી અત્યાર સુધીમાં ક્યાં વધુ વરસાદ નોંધાયો

સવારથી અત્યાર સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો, ગીર સોમનાથના કોડિનારમાં સૌથી વધુ 4.50 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સુરત શહેરમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ગીર સોમનાથના સૂત્રાપાડા, તલાલામાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય રાજકોટના ધોરાજી, સુરતના બારડોલી, જુનાગઢના માણાવદર, બોટાદના ગઢડા, મહિસાગરના લુણાવાડા અને વલસાડના ધરમપુરમાં 1થી 1.50 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો - ગુજરાત વરસાદ આગાહી : આજથી પાંચ દિવસ મેઘરાજા તાંડવ મચાવશે, આ જિલ્લાઓ માટે અતિભારે વરસાદની ચેતાવણી અપાઈ

19 જુલાઈ 2023 - આ જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગ અનુસાર, 19 જુલાઈ 2023ને બુધવારે અમરેલી, ભાવનગર અને વલસાડ જિલ્લામા અતિથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેને પગલે રેડ એલર્ટ આપવામા આવ્યું છે. તો જુનાગઢ, ગીર સોમનાથ અને નવસારીમાં અતિભારે વરસાદ થવાની સંભાવનાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય પોરબંદર, રાજકોટ, વડોદરા, ભરૂચ, તાપી, સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ