/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Gujarat-rain-imd-forecast-1.jpg)
ગુજરાત વરસાદ આગાહી - photo- IeGujarati
Gujarat weather update, ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં ઉનાળો ચાલી રહ્યો છે પરંતુ માહોલ વરસાદી બન્યો છે. કમોસમી વરસાદ પડી રહ્યો છે. ઉનાળામાં અષાઢ જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. તો રાજ્યાના કેટલાક વિસ્તારોમાં એક ઈંચ સુધી વરસાદ પણ પડ્યો પણ હતો. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ
ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લા જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં 24 કલાકમાં માટે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ વિસ્તારમાં વાવાઝોડા, કાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 60-70 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની હવામાન વિભાગે શક્યતાઓ સેવી છે.
રાજ્યમાં આજે કયા જિલ્લામાં વરસાદની શક્યતા
હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારના દિવસે બનાસકાંઠા, પાટણ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરી છે.
આ સાથે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહિસાગર અને પોરબંદર દ્વારકામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની શું છે ચેતવણી?
IMD એ તેની આગાહીમાં કહ્યું છે કે પાકિસ્તાનના દક્ષિણ ભાગ અને રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ચક્રવાત રચાઈ રહ્યું છે. આ ચક્રવાત સમુદ્ર સપાટીથી લગભગ 1.5 કિમી ઉપર ફેલાયેલો છે. બીજી ટ્રફ લાઇન (લો પ્રેશર ક્ષેત્ર) મરાઠાવાડાથી દક્ષિણ તમિલનાડુ સુધી ફેલાયેલી હતી.
હવે તે દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશથી દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી ફેલાયેલી છે. તે મરાઠવાડા, તેલંગાણા અને ઉત્તરીય આંતરિક કર્ણાટકમાંથી પસાર થાય છે. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. તે હવે ગુજરાત માટે મહત્વપૂર્ણ નથી. ગઈકાલે મરાઠવાડા અને આસપાસના વિસ્તારોમાં જે ચક્રવાત હતું તે હવે નબળું પડી ગયું છે.
- ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટેઅહીં ક્લિક કરો
ગુજરાતના દરિયાકાંઠાની નજીક, ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં બીજું ચક્રવાત રચાયું છે. તે સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે અને ઓછું અસરકારક છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us