ગુજરાત વેધર : ઉમરપાડામાં 10 ઈંચ, વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ, શનિવારે 210 તાલુકાઓમાં મેઘમહેર

Gujarat Weather Today Rainfall : ગુજરાત ના વેધરની વાત કરીએ તો, આજે 210 તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં ઓલપાડમાં 10 તો વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે ત્રણ-ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather Today Rainfall : ગુજરાત ના વેધરની વાત કરીએ તો, આજે 210 તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં ઓલપાડમાં 10 તો વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે ત્રણ-ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Today Rainfall 24-08-2024

ગુજરાતમાં આજે ક્યાં કેવો વરસાદ નોંધાયો, 24-08-2024

Gujarat Today Rainfall 24-08-2024 | ગુજરાત આજના વરસાદ સમાચાર : ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી સાથે મેઘવર્ષા શરૂ કરી છે. ગઈકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તોફાની બેટિંગ બાદ આજે પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તાંડવ મચાવ્યું છે. આજે સૌથી વધુ વરસાદ, સુરતના ઉમરપાડામાં 10 ઈંચથી વધુ તો ત્યારબાદ વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય આજે રાજ્યમાં 210 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે.

15 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, આજે 15 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ, સુરતના ઉમરપાડામાં 258 મીમી, તો મહેસાણાના વિજાપુરમાં 205 મીમી, તો વલસાડના ધરમપુરમાં 158 મીમી, પારડીમાં 149 મીમી અને વાપીમાં 147 મીમી, કેડાના કપડવંજમાં 142 મીમી, વલસાડના ઉમરગામમાં 128 મીમી, છોટા ઉદેપુરમાં 127 મીમી, વ્યારામાં 124 મીમી, તાપીના સોનગઢમાં 123 મીમી, નવસારીના ખેરગામમાં 120 મીમી, ગાંધીનગરના માણસામાં 116 મીમી, વલસાડના કપરાડામાં 109 મીમી, સુરતના માંગરોળમાં 107 મીમી, દાહોદના ગરબાડામાં 99 મીમી વરસાદ ખાબક્યો છે.

11 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ

તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 11 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેમાં સુરતના ઓલપાડમાં 90 મીમી, મહિસાગરના ખાનપુરમાં 90 મીમી, મહેસાણાના વિસનગરમાં 88 મીમી, દાહોદમાં 87 મીમી, છોટા ઉદેપુરના કાવંતમાં 85 મીમી, સાગબારામાં 83 મીમી, વલસાડમાં 82 મીમી અને ગાંધીનગરના દહેગામમાં 82 મીમી, ડાંગના સુબિરમાં 79 મીમી, દાહોદના લીમખેડામાં 78 મીમી, બનાસકાંઠાના પાલનપુરમાં 77 મીમી વરસાદ નોંધાયો છે.

21 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ

આ બાજુ જેતપુર પાવી, વીરપુર અને ડીસામાં 68 મીમી, પ્રાતિંજ 63 મીમી, મહેસાણા 62 મીમી, કઠલાલ અને ઠાસરામાં 59 મીમી, નડિયાદ અને પોશિનામાં 58 મીમી, વાલોદ, ઉમરેઠ અને મહુધામાં 57 મીમી, દેસરમાં 56 મીમી, કાલોલમાં 55 મીમી, કામરેજ અને દાંતિવાડામાં 53 મીમી, ઈડરમાં 52 મીમી, ડોલવાનમાં 51 મીમી, તો ગરૂડેશ્વર, માંડવી અને કુકરમુંડામાં 50-50 મીમી વરસાદ ખાબક્યો છે.

54 તાલુકાઓમાં એક થી દોઢ ઈંચ વરસાદ, તો 109 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ

આ સિવાય રાજ્યના 54 તાલુકાઓમાંથી 28 તાલુકાઓમાં દોઢ ઈંચથી વધુ વરસાદ તો 26 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે, તો આ બાજુ 109 તાલુકાઓ એવા છે, જ્યાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં પણ આજે 45 મીમી વરસાદ નોંધાયો છે.

Gujarat Today Rain Forecast 24-08-2024
ગુજરાત વરસાદ આગાહી, 24-08-2024

આ પણ વાંચો - Gujarat Weather : ગુજરાત સાવધાન! પરબલાના પાંચે દિવસ ધોધમાર, આ જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના તમામ જિલ્લામાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ભરૂચ, વડોદરા, સુરત, ભાવનગર અને અમેરલીનો સમાવેશ થાય છે. તો 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, તારીખ 24, 25, 26 અને 27 તમામ જિલ્લામાં વરસાદ જોવા મળી શકે છે.

Advertisment
વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત