Gujarat Weather : કેશોદમાં 8 ઈંચથી વધુ વરસાદ, ચાર જિલ્લામાં જળબંબાકાર, શનિવારે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Today Gujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં જુનાગઢના કેશોદ અને પોરબંદરમાં તથા વલસાડમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર, ત્યારે હવામાન વિભાગે શનિવારે પણ અતિભારે વરસાદની આગાહી કરી છે.

Today Gujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં જુનાગઢના કેશોદ અને પોરબંદરમાં તથા વલસાડમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર, ત્યારે હવામાન વિભાગે શનિવારે પણ અતિભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Updates 19th July 2024

ગુજરાત વેધર અપડેટ્સ 19 જુલાઈ 2024

Gujarat Weather : ગુજરાતમાં ગઈકાલે પોરબંદરમાં અતિભારે વરસાદ બાદ આજે મેઘરાજા જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં તોફાન મચાવી રહ્યા છે. જુનાગઢના કેશોદમાં આજે 8 ઈંચથી વધુ વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે, તો પોરબંદરમાં પણ ગઈકાલથી અત્યાર સુધીમાં 22 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, તો રસ્તાઓ નદી અને તળાવ બની ગયા છે. ત્યારે આજે અને આવતીકાલ માટે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી યથાવત રાખી છે. તો જોઈએ ક્યા કયા જિલ્લામાં રેડ એલર્ટ અને કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisment

વરસાદ આગાહી : કયા જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, અને દમણ તથા દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ છે, તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદ આગાહી : કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

તો હવામાન વિભાગે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ, દીવ સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

શનિવારે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આજની તાજેતરની આગાહી પર નજર કરીએ તો, આવતીકાલે શનિવારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હેવલીમાં રેડ એલર્ટ સાથે અતિથી અતિભારે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisment

આજે વરસાદ ની ક્યાં કેવી સ્થિતિ

આજના વરસાદની વાત કરીએ તો, આજે મેઘરાજા જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, વલસાડ, રાજકોટમાં મન મુકીને વરસી રહ્યા છે. જો સવારના 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના ગુજરાત સ્ટેટ ઈરજન્સી સેન્ટરના આંકડા અનુસાર, ચાર તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સૌથી વધુ વરસાદ જુનાગઢના કેશોદમાં 212 મીમી (8 ઈંચથી વધુ - 25 મીમી બરાબર એક ઈંચ વરસાદ) વરસાદ નોંધાયો છે. તો ત્યારબાદ પોરબંદરમાં 195 મીમી, વંથલીમાં 179 મીમી અને વલસાડના ઉમરગામમાં 151 મીમી વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો - Gujarat Weather Update, હવામાન સમાચાર : સૌરાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટીંગ, ચાર કલાકમાં જૂનાગઢના વંથલીમાં સાડા પાંચ ઈંચ વરસાદ

આ સિવાય કલ્યાણપુર અને વલસાડમાં ચાર ઈંચથી વધુ વરસાદ તો મેંદરડા, ખંભાળિયા, જુનાગઢ શહેર, માળિયા હાટિના, ઉપલેટા અને દ્વારકામાં 3 ઈંચ કે તેનાથી વધુ વરસાદ જોવા મળ્યો છે. તો પારડી, વાપી, ભેંસાણ, ભાણવડ, જામકંડોરણા, કાલાવાડ અને માણાવદરમાં 2 ઈંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતી ન્યૂઝ વરસાદ ગુજરાત