/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Gujarat-Weather.jpg)
ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે રવિવારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો (ફોટો - આઈએમડી)
Gujarat Rain Forecast | ગુજરાત વરસાદ આગાહી : રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે રવિવારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કચ્છ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, પાટણ જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સતત બીજા દિવસે કચ્છમાં વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી
કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. સાબરકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મોડી સાંજે તેજ ગતિથી પવન ફૂંકાયો હતો. તેજ પવન ના લીધે રસ્તા ઉપર ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી હતી. કમોસમી વરસાદ થતાં કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન પહોંચ્યુ છે.
15મી તારીખે આ જિલ્લામાં વરસાદની આગાહી
15મી તારીખે રાજ્યના બનાસકાંઠા, ભરૂચ, સુરત જિલ્લામાં અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા એટલે કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. પ્રદેશના બાકીના જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
આ પણ વાંચો - ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર યાદી : 26 બેઠક નું ચિત્ર સ્પષ્ટ, જાણો – કોની સામે કોણ?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગઈકાલના દક્ષિણ રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાત પરનું ચક્રવાતી પરિભ્રમણ હવે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં પ્રેરિત નીચા દબાણના ક્ષેત્ર તરીકે યથાવત છે અને તેની સાથે સકાંળાયેલ ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us