/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-Rain-break-.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનો બ્રેક, આજની આગાહી - Express photo
Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે. અત્યારે વરસાદ બે ત્રણ ઈંચ પુરતો સિમિત થયો છે. છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરમાં સવા બે ઈંચ નોંધાયો હતો. જ્યારે 115 તાલુકામાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત દર્શાવી છે.
18 તાલુકામાં એક ઈંચથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે છોટા ઉદેપરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો અને વડોદરામાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 18 તાલુકામાં એક ઈંચથી બે ઈંચ વચ્ચે વરસાદનો નોંધાયો હતો.
| જિલ્લા | તાલુકા | વરસાદ(mm) |
| આણંદ | ખંભાત | 50 |
| ખેડા | ગળતેશ્વર | 42 |
| છોટા ઉદેપુર | જેતપુર પાવી | 41 |
| પંચમહાલ | જામખંભાળીયા | 40 |
| અમદાવાદ | ધોળકા | 37 |
| વડોદરા | વાઘોડિયા | 36 |
| દાહોદ | સંજેલી | 35 |
| વડોદરા | પાદ્રા | 33 |
| પંચમહાલ | શેહરા | 32 |
| પંચમહાલ | મોરવા હડફ | 30 |
| આણંદ | બોરસદ | 29 |
| ખેડા | મહેમદાબાદ | 29 |
| આણંદ | આંકલાવ | 29 |
| છોટા ઉદેપુર | નસવાડી | 29 |
| ખેડા | નડિયાદ | 28 |
| છોટા ઉદેપુર | સંખેડા | 28 |
| બનાસકાંઠા | વડગામ | 27 |
| ખેડા | ખેડા | 26 |
રાજ્યના 115 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 115 તાલુકામાં સૌથી એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ- World Lion Day 2024 : વિશ્વ સિંહ દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ
24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
ગુજરાતમાં વરસાદની શુ છે આગાહી
ગુજરાતના વરસાદ અંગે હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ક્યાંય ભારે વરસાદ નહીં પડે. જોકે, કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, કચ્છ અને દીવમાં આગામી સાત દિવસોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us