/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-heavy-rain-1-2.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી - Express photo
Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી આળસ મરડી છે. ગુજરાતમાં ફરીથી મેઘરાજા મહેરબાન થયા છે. 24 કલાકમાં ગુજરાતના 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, વરસાદના આંકડા એક બે ઈંચ પુરતા રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે.
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 82 તાલુકામાં વરસાદ
આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ગુજરાતમાં મેઘરાજાની ફરી તોફાની બેટિંગ જોવા મળી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 12 ઓગસ્ટ 2024, સોમવારે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં બે ઈંચ ખાબક્યો હતો. જ્યારે નવસારીમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ તો તાપીના વાલોડમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં વરસાદ અડધાથી બે ઈંચ સુધી નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, વરસાદનું પ્રમાણે ઓછું રહ્યું હતું. આ તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં અડધા ઈંચથી લઈને બે ઈંચ સુધી જ વરસાદ નોંધાયો હતો. જેમાં આણંદના અંકલેશ્વરમાં પોણા બે ઈંચ વરસાદ, નવસારીન ખેરગામમાં સવા ઈંચ અને ગાંધીનગરના દહેગામમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
22 તાલુકામાં અડધાથી એક ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 22 તાલુકા એવા છે જ્યાં અડધા ઈંચથી એક ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ(mm) |
| ગાંધીનગર | દહેગામ | 24 |
| વડોદરા | વડોદરા | 20 |
| વડોદરા | વાઘોડિયા | 19 |
| ભરૂચ | વાલિયા | 18 |
| આણંદન | પેટલાદ | 17 |
| વલસાડ | વલસાડ | 17 |
| મોરબી | હળવદ | 17 |
| નર્મદા | ગરુડેશ્વર | 17 |
| ભરૂચ | વગ્રા | 16 |
| વલસાડ | કપરાડા | 16 |
| અરવલ્લી | મેઘરજ | 16 |
| છોટા ઉદેપુર | બોડેલી | 16 |
| વલસાડ | ધરમપુર | 15 |
| નવસારી | ચીખલી | 14 |
| ગીર સોમનાથ | સુત્રાપાડા | 14 |
| અરવલ્લી | બાયડ | 14 |
| પંચમહાલ | હાલોલ | 14 |
| તાપી | કુકરમુંડા | 14 |
| પંચમહાલ | જાંબુઘોડા | 13 |
| આણંદ | આણંદ | 12 |
| ડાંગ | વઘઈ | 12 |
| છોટાઉદેપુર | સંખેડા | 12 |
24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
ગુજરાતમાં વરસાદની શુ છે આગાહી
ગુજરાતના વરસાદ અંગે હવામાન વિભાગે આજના દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, કચ્છ અને દીવમાં આગામી સાત દિવસોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us