/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Rain-IMD-forecast-.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદ અને આગાહી - Express photo
Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં થોડા દિવસના આરામ બાદ મેઘરાજાએ ફરીથી બેટિંગ કરવામાં શરું કરી દીધું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 117 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના ઉમેરગામ અને સુરતના કામરેજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આજે હવામાન વિભાગે 13 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત અને વલસાડ જિલ્લામાં પડ્યો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ બે ઈંચથી સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ ક્યાં નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ(mm) |
| વલસાડ | ઉમરગામ | 83 |
| સુરત | કામરેજ | 83 |
| સુરત | સુરત શહેર | 80 |
| આણંદ | બોરસદ | 79 |
| વલસાડ | વાપી | 74 |
| વલસાડ | વલસાડ | 62 |
| રાજકોટ | ઉપલેટા | 58 |
| નવસારી | જલાલપોર | 55 |
| વલસાડ | પારડી | 52 |
| અમદાવાદ | ધંધુકા | 52 |
| અમરેલી | ખાંભા | 49 |
24 કલાકમાં 18 તાલુકામાં પડ્યો 1થી 2 ઈંચ વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં 1 થી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ(mm) |
| અમરેલી | ખાંભા | 49 |
| વલસાડ | કપરાડા | 47 |
| સાબરકાંઠા | પોસીના | 47 |
| નવસારી | ખેરગામ | 42 |
| વડોદરા | ડભોઈ | 41 |
| ભરૂચ | હાંસોટ | 40 |
| નવસારી | નવસારી | 40 |
| અમરેલી | અમરેલી | 34 |
| ડાંગ | વઘઈ | 31 |
| અમરેલી | કુનકવાવ વાડિયા | 30 |
| ભાવગનર | ઘોઘા | 29 |
| આણંદ | આંકલાવ | 29 |
| નવસારી | વાંસદા | 28 |
| મોરબી | વાંકાનેર | 27 |
| વલસાડ | ધરમપુર | 26 |
| મોરબી | ટંકારા | 25 |
| સુરત | ચોરાસી | 25 |
| તાપી | વાલોદ | 24 |
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આ પણ વાંચોઃ- નેપાળ બસ અકસ્માત: ભૂસ્ખલનને કારણે બે બસ નદીમાં ખાબકી, ડૂબેલા 60 મુસાફરોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલું
આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 12 જુલાઈ 2024, શુક્રવારના દિવસ ગુજરાતના 13 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વિસ્તારોની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us