Gujarat Weather Update, હવામાન સમાચાર : આજે સવારથી જ નવસારીમાં વરસાદની તોફાની બેટિંગ, ચાર કલાકમાં પોણા છ ઈંચ વરસાદ

IMD Weather Forecast Today 13 July 2024 (હવામાન વિભાગની આગાહી): આજે હવામાન વિભાગે 7 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અહીં વાંચો ક્યાં ક્યાં વરસાદ ભૂક્કા બોલાવશે.

Written by Ankit Patel
Updated : July 13, 2024 12:18 IST
Gujarat Weather Update, હવામાન સમાચાર : આજે સવારથી જ નવસારીમાં વરસાદની તોફાની બેટિંગ, ચાર કલાકમાં પોણા છ ઈંચ વરસાદ
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદ અને આગાહી - Express photo

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે શનિવારે 5 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વલસાડમાં સવા છ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીના ગણદેવીમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.

આજે સવારથી જ નવસારીમાં વરસાદની તોફાની બેટિંગ, ચાર કલાકમાં પોણા છ ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે આજે સવારથી જ વરસાદે દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને નવસારીમાં મેઘરાજેએ ધબધબાટી બોલાવી દીધી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં કૂલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને નવસારીના ગણદેવીમાં પોણા છ ઈંચ વરસાદ પડ્યો હતો. નીચે આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો.

નવસારી અને વલસાડમાં પડ્યો છ ઈંચ સુધી વરસાદ

તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વલસાડમાં સવા છ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીના ગણદેવી અને ખેરગામમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. વલસાડના પારડીમાં સાડા ચાર ઈંચ, નવસારીના ચિખલીમાં સાડા ચાર ઈંચ, નવસારીના જલાલ પોરમાં સવા ચાર ઈંચ, પલસાડના વાપીમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.

27 તાલુકામાં બેથી ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે સવાર 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં 27 તાલુકામાં બેથી ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
વલસાડતાપી103
વલસાડઉમેરગામ91
તાપીવ્યારા88
વલસાડધરમપુર78
તાપીસોનગઢ71
સુરતમહુવા69
પંચમહાલમારવા હડફ69
તાપીડોલવાન68
તાપીવાલોદ63
ભાવનગરવલ્લભીપુર62
સુરતબારડોલી62
સુરતબારડોલી62
છોટાઉદેપુરક્વાંટ62
ડાંગવઘઈ62
વડોદરાડભોઈ54
વલસાડકપરાડા53
સુરતઉમરપાડા51
ભાવનગરઉમરાલા49

4 જિલ્લાઓમાં પડશે અત્યંત ભારે વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલા આગાહી પ્રમાણે આજે 13 જુલાઈ 2024, શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ- રાજકોટ અકસ્માત : ફૂલ સ્પીડમાં આવેલી કાર વૃદ્ધાને ટક્કર મારી બે કિમીથી વધુ ખેંચી ગઈ, મહિલાનું દર્દનાક મોત

168 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે સવાર 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો. પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. વિસ્તારોની વાત કરીએ તો આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

વરસાદની આગાહી

13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 16મી જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. 17થી 24મી જુલાઈમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ