Gujarat Weather Update, હવામાન સમાચાર : ગુજરાતમાં ફરી ધીમો પડ્યો વરસાદ, આજે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

IMD Weather Forecast Today 15 August 2024 (હવામાન વિભાગની આગાહી): ગુજરાતમાં ફરીથી વરસાદની ગતિ ધીમી પડી છે. વરસાદનો વિસ્તાર ઘટ્યો સાથે સાથે આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

IMD Weather Forecast Today 15 August 2024 (હવામાન વિભાગની આગાહી): ગુજરાતમાં ફરીથી વરસાદની ગતિ ધીમી પડી છે. વરસાદનો વિસ્તાર ઘટ્યો સાથે સાથે આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain data, Gujarat rain updates, Gujarat Monsoon Forecast

ગુજરાતમાં વરસાદ - Photo - Social media

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં વરસાદની ગતિ ફરીથી ધીમી પડી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 79 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી 71 તાલુકામાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધાર વરસાદ સુરેન્દ્રનગરના સાયલામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે, આજે હવામાન વિભાગે પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

24 કલાકમાં સુરેન્દ્રનગરના સાયલામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના ગાળામાં ગુજરાતમાં 79 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના સાયલામાં ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત તાપીના સોનગઠમાં એક ઈંચ, ગીર સોમનાથમાં પોણો ઈંચ, અમરેલીના બગસવામાં અડધા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

28 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના ગાળામાં ગુજરાતમાં 79 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 28 તાલુકા એવા છે જેમાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકામાં એક અને બે એમએમ વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના ગાળામાં ગુજરાતમાં 79 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

આજે પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરી છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત