Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદનું જોર ઘટતું દેખાય છે. ગુજરાતમાં વરસાદનો વિસ્તાર પણ થોડા દિવસથી ઘટી ઘયો છે જ્યારે વરસાદના આંકડામાં પણ તેની અસર દેખાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, આમાં પણ સૌથી વધારે માંડ એક ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો. આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ નહિંવત દેખાઈ રહી છે.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, સૌથી વધુ માંડ એક ઈંચ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના દ્વારકામાં માંડ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમજ અમદાવાદના સાણંદમાં પણ માંડ એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
12 તાલુકામાં અડધા ઈંચથી એક ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 12 તાલુકા એવા છે જેમાં અડધા ઈંચથી એક ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જોઈ શકાય છે ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
જિલ્લો તાલુકો વરસાદ(MM) દેવભૂમિ દ્વારકા દ્વારકા 23 અમદાવાદ સાણંદ 23 મહેસાણા વિજાપુર 19 બનાસકાંઠા વડગામ 18 મોરબી મોરબી 16 પાટણ સિદ્ધપુર 15 ભાવનગર જેસર 14 ગાંધીનગર દહેગામ 14 પાટણ પાટણ 14 ભાવનગર પાલિતાણા 12 સુરત ઉમરપાડા 12 બનાસકાંઠા ધાનેરા 12
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
હવામાન વિભાગની આજની વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 17 ઓગસ્ટ 2024થી લઈને 23 ઓગસ્ટ 2024 સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ નથી. આ સમય દરમિયાન ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ- દુનિયાનું સૌથી મોટું ઘર ભારતમાં છે, બ્રિટનના રાજમહેલ અને અંબાણીનું ઘર પણ તેની સામે ક્યાંય નાનુ
આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે.