Gujarat Weather Updates : આ દિવસથી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે શું કરી આગાહી?

IMD Weather Forecast Today 19 August 2024 (હવામાન વિભાગની આગાહી): હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ પછી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, અત્યારે ગુજરાત પર ક્યાંક ક્યાંક મેઘરાજાની મહેર દેખાઈ રહી છે.

IMD Weather Forecast Today 19 August 2024 (હવામાન વિભાગની આગાહી): હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ પછી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, અત્યારે ગુજરાત પર ક્યાંક ક્યાંક મેઘરાજાની મહેર દેખાઈ રહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનો બ્રેક, આજની આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનો બ્રેક, આજની આગાહી - Express photo

Gujarat Weather Forecast: અત્યારે ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ નબળી પડી છે જેના પગલે ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે, મેઘરાજાનો આ વિરામ લાંબો સમય ચાલશે નહીં. કારણ કે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ પછી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, 24 કલાકમાં ગુજરાતમાં માત્ર બે જ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી.

Advertisment

24 કલાકમાં માત્ર બે તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 2 તાલુકામાં વરસાદનોં હતો. જામનગરમાં 3 એમએમ અને અમરેલીના ધારીમાં પણ ત્રણ એમએમ વરસાદ નોંધાયો હતો.

આગામી ત્રણ દિવસની વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શક્યતાઓ નહીંવત છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત