/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-heavy-rain-1-2.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી - Express photo
Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): બે દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, હળવો વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 174 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં અઢી ઈંચ, ડાંગના આહવામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. સાથે સાથે હવામાન વિભાગે આજે શુક્રવારના દિવસે રાજ્યના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી હતી.
13 તાલુકામાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં 175 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 13 તાલુકા એવા છે જ્યાં એક ઈંચથી બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| ડાંગ | આહવા | 51 |
| ડાંગ | વઘઈ | 50 |
| નવરાસી | વાંસદા | 48 |
| વલસાડ | વલસાડ | 44 |
| ખેડા | કપડવંજ | 44 |
| ભરૂચ | વાલિયા | 35 |
| ખેડા | નડિયાદ | 35 |
| નર્મદા | ડેડિયાપાડા | 28 |
| ડાંગ | સુબિર | 28 |
| પંચમહાલ | શેહરા | 27 |
| વલસાડ | કપરાડા | 26 |
| તાપી | વ્યારા | 25 |
24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં 175 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે 2 ઓગસ્ટ 2024, શુક્રવારના દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જેમાં સુરત, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે સેવી હતી.
આ પણ વાંચોઃ- વરસાદી તબાહી : ક્યાંક વાદળ ફાટ્યા તો ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક રેકોર્ડ બ્રેક વરસાદ, ઉત્તરથી દક્ષિણ સુધી કુદરતનો કહેર
આ ઉપરાંત આજે શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં હળવો વરસાદ પડશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દિવમાં ભારે વરસાદ નોંધાયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us