Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી : ગુજરાતમાં મેઘરાજા ફરી મહેરબાન થવા લાગ્યા છે. ગુજરાતમાં બુધવારે મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના ખંભાતમાં ત્રણ ઇંચ જેટલો તો ખેડાના ખટલાલમાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજના દિવસની આગાહીની વાત કરીએ તો આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 14 જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.
આણંદના ખંભાતમાં ત્રણ અને ખેડાના કઠલાલમાં બે ઈંચ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ અને ખેડાના કઠલાલમાં બે ઈંચ, ડાંગના આહવામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
15 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 15 તાલુકા એવા છે જેમાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
જિલ્લો તાલુકો વરસાદ (mm) આણંદ ખંભાત 71 ખેડા કઠલાલ 54 ડાંગ આહવા 49 નવસારી વાંસદા 43 દાહોદ ધનપુર 38 પોરબંદર કુતિયાણા 35 સુરેન્દ્રનગર થાનગઢ 32 બનાસકાંઠા દાંતા 32 રાજકોટ ધોરાજી 31 રાજકોટ જેતપુર 29 દાહોદ દેવગઢબારિયા 28 સુરેન્દ્રનગર ચોટીલા 27 દાહોદ ફતેપુરા 25 ખેડા નડિયાદ 24
24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો?
આજે ગુજરાતના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું ફરી જામ્યું છે ત્યારે આજે 22 ઓગસ્ટ 2024, ગુરુવારના દિવસે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 14 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં સામાનય્ વરસાદ પડશે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર, વડોદરામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.