/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Rain-IMD-forecast-.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદ અને આગાહી - Express photo
Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી : ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે ત્યારે ગુજરાત પર મેઘો મહેરબાન થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લીના મોડાસામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. આ સાથે હવામાન વિભાગે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાએ ફરી આળસ મરડતાં વરસાદ પડવાનું શરું થયું છે ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત તરફ જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લીના મોડાસા તાલુકામાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| નવસારી | નવસારી | 63 |
| છોટા ઉદેપુર | સંખેડા | 47 |
| ભાવનગર | ગારિયાધાર | 46 |
| વડોદરા | સિનોર | 46 |
| તાપી | વાલોદ | 38 |
| પાટણ | સિદ્ધપુર | 37 |
| ભાવનગર | મહુવા | 36 |
| પાટણ | પાટણ | 36 |
| ગાંધીનગર | માણસા | 35 |
| અરવલ્લી | લિલિયા | 31 |
| નવસારી | જલાલપોર | 31 |
| ભાવનગર | પાલિતાણા | 28 |
| ખેડા | મહુધા | 25 |
24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતના 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આજે ક્યાં પડશે ભારે વરસાદ?
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 23 ઓગસ્ટ 2024, શુક્રવારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
વિસ્તારોની વાત કરીએ તો આજે શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us