આણંદના બોરસદમાં આભ ફાટ્યું, બે કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો, બે વાગ્યા સુધીમાં 224 તાલુકામાં વરસાદ

IMD Weather Forecast Today 26 August 2024 (હવામાન વિભાગની આગાહી): છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં 15 ઈંચ વરસાદ નોંધાયો હતો.

IMD Weather Forecast Today 26 August 2024 (હવામાન વિભાગની આગાહી): છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં 15 ઈંચ વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદની જમાવટ, આજની આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદની જમાવટ, આજની આગાહી - Express photo

Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી છે. સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં 15 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે 11 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં બપોરે બે વાગ્યા સુધીમાં 224 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના બોરસદમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. 22 તાલુકા એવા છે જ્યાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

બપોર સુધીમાં 210 તાલુકામાં વરસાદ

આજે જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં મહેર વર્સાવી છે. આજે 26 ઓગસ્ટ 2024, સોમવારના દિવસે સવારે 6 વાગ્યાથી બપોરે 12 સુધીમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 11 તાલુકા એવા છે જ્યાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના મોરવા હડફમાં સવા છ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7 જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે રાત્રે રાજ્યના વધુ 7 જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગ ના કલેકટરો નો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતી પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજજ રહેવા પણ આ જિલ્લાઓના કલેકટરોને તાકિદ કરી હતી.

ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ, સવારમાં 192 તાલુકામાં વરસાદ, સૌથી વધારે પંચમહાલના આહવામાં પાંચ ઈંચ ખાબક્યો

આજે જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં મહેર વર્સાવી છે. આજે 26 ઓગસ્ટ 2024, સોમવારના દિવસે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચાર કલકામાં પંચહાલના મોરવા હડફમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે આણંદમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જન્માષ્ટમીના દિવસે સવારે ગુજરાતમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે જન્માષ્ટમીના દિવસે 26 ઓગસ્ટ 2024ના દિવસે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદ માં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરાના દેસરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. 28 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

નવસારીના ખેરગામમાં સવા 15 ઈંચ, ડાંગના આહવામાં પોણા 11 ઈંચ વરસાદ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે મેઘરાજાએ નવસારી અને ડાંગ જિલ્લામાં જળબંબાકાર કરી મુક્યું છે. વરસાદના આંકડાની વાત કરીએ તો નવસારીના ખેરગામમાં સવા 15 ઈંચ વરસાદ, ડાંગના આહવામાં પોણા 11 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના કપરાડામાં પણ પોણા 11 ઈંચ વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 44 તાલુકામાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે.

12 તાલુકામાં 8 ઈંચથી 15 ઈંચ વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 12 તાલુકામાં 8 ઇંચથી 15 ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
નવસારીખેરગામ356
ડાંગઆહવા268
વલસાડકપરાડા263
ડાંગવઘાઈ251
વલસાડધરમપુર237
નર્મદાદેડિયાપાડા236
વલસાડસાગબારા225
ડાંગસુબિર214
સુરેન્દ્રનગરમુલી210
નવસારીવાંસદા210
રાજકોટરાજકોટ209

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

આજે 11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ત્યારે 11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. વિસ્તારોની વાત કરીએ તો સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત