Gujarat Weather Update, હવામાન સમાચાર : હવામાન વિભાગની ચેતવણી, ગુજરાત 5 વિસ્તારો માટે આજનો દિવસ ભારે, છપ્પર ફાડકે પડશે વરસાદ

IMD Weather Forecast Today 25 June 2024,હવામાન વિભાગની આગાહી : આજે મંગળવારે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે, ગુજરાતના ત્રણ જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે.

IMD Weather Forecast Today 25 June 2024,હવામાન વિભાગની આગાહી : આજે મંગળવારે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે, ગુજરાતના ત્રણ જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં પાંચ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં પાંચ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી- Express photo

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati, ચોમાસાની ચેતવણી : ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ વધતા ઓછા પ્રમાણમાં વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ સોમવારે મોડી રાત્રે વરસાદ રસ્યો હતો. હવામાન વિભાગે (Gujarat Weather Update) આજે મંગળવારે પાંચ વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે. આજના દિવસે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરી હતી.

Advertisment

જામનગર, દ્વારકા, વલસાડ સહિત પાંચ વિસ્તારો આજનો દિવસ ભારે

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે 25 જૂન 2024ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકા જિલ્લા માટે આજનો દિવસ ભારે છે. કાણ કે હવામાન વિભાગે આ વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે. આજના દિવસે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat rain forecast
ગુજરાતમાં વરસાદ

રાજ્યના ક્યાં પડશે અતિભારે વરસાદ

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, આજે 25 જૂન 2024, મંગળવારના દિવસે સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે જ્યારે સુરત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે

આ ઉપરાંત હવામાન વિભાગે અરવલ્લી, મહિસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisment

આ પણ વાંચોઃ-અમદાવાદ વરસાદ : મધ્યરાત્રીએ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અમદાવાદમાં સાવત્રિક વરસાદ, આજે પણ પડશે જોરદાર વરસાદ

આજે પણ અમદાવાદમાં પડશે જોરદાર વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 25 જૂન 2024, મંગળવારના રોજ અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયેલો રહેશે. આજે પણ સમગ્ર અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડશે. હવે અમદાવાદીઓને ગરમીમાં શેકાવું નહીં પડે. આગામી ત્રણ દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત