/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-Rain-red-alert.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, આજની આગાહી - Express photo
Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી, હવામાન વિભાગની ચેતવણી :ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એકદમ જામી ગઈ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં મેઘો તોફાનિ બેટિંગ કરી રહ્યો છે. આખા ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ આજે મંગળવારના દિવસે અત્યંત ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં 248 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના મારવા હડફમાં સાડા 13 ઈંચ વરસાદ નોંધાયો હતો.
મોરબીના ટંકારા અને પંચમહાલના મારવા હડફમાં 14 ઈંચ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આકંડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 254 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 28 તાલુકામાં 8 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે 65 તાલુકામાં 4થી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. 111 તાલુકામાં 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. મોરબીના ટંકારામાં અને પંચમહાલના મારવા હડફમાં 14 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદ એકદમ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં વિસ્તારો જળમગ્ન થયા છે ત્યારે આજે પણ હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
આ વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધિનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દ્વારકા, બોટાદ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ- પંચમહાલ પાણી-પાણી, મોરવા હડફમાં 13 ઈંચથી વધુ વરસાદ, 56 તાલુકાઓમાં જળબંબાકાર, 246 તાલુકામાં મેઘમહેર
રાત્રે 12 વાગ્યા સુધીમાં 248 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 26 ઓગસ્ટ 2024, સોમવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં 248 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 18 તાલુકા એવા છે જ્યાં 8 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે 44 તાલુકા એવા છે જેમાં 4 ઈંચથી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 114 તાલુકામાં 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us