Gujarat Rain Update: કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે પણ ભૂક્કા બોલાવશે વરસાદ, અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ

Gujarat Flood Alert Today 29 August 2024: ગુજરાત ઉપર હજી પણ વરસાદી ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજનો દિવસ હજી પણ કપરો સાબિત થશે.

Gujarat Flood Alert Today 29 August 2024: ગુજરાત ઉપર હજી પણ વરસાદી ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજનો દિવસ હજી પણ કપરો સાબિત થશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદ અને આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદ અને આગાહી - Express photo

Gujarat floods, IMD Weather Forecast: ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ગુજરાત જળબંબાકાર થયું છે. ખાસ કરીને વડોદરા, નવસારી, સૌરાષ્ટ્રના વિસ્તારો જળમગ્ન થયા છે. આવી સ્થિતિમાં ગુજરાત ઉપર હજી પણ વરસાદી ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજનો દિવસ હજી પણ કપરો સાબિત થશે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે વરસાદી રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Advertisment

કચ્છ સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડશે. ખાસ કરીને આજના દિવસની વાત કરીએ તો આજે 29 ઓગસ્ટ 2024, ગુરુવારના દિવસે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ તેમજ કચ્છમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે.

ગુજરાત વરસાદની પળેપળની માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો

આ ઉપરાંત પાટણ, અમદાવાદ, આણદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. તેમજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત