Gujarat Weather Updates : આજે બપોર સુધીમાં ગુજરાતમાં 154 તાલુકામાં વરસાદ, કચ્છના માંડવીમાં સવા નવ ઈંચ વરસાદથી જળબંબાકાર

Dwarka Rain Upate, IMD Weather Forecast: આજે પણ વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે દેવભૂમી દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Dwarka Rain Upate, IMD Weather Forecast: આજે પણ વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે દેવભૂમી દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain

ગુજરાતમાં ભારે વરસાદ - photo Social media

Gujarat Flood Update, IMD Red Alert: ગુજરાતમાં અત્યારે મેઘરાજા જોરદાર મહેરબાન થયા છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘો તોફાની બેટિંગ કરી રહ્યો છે. ત્યારે ખાસ કરીને દેવભૂમી દ્વારકામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે દેવભૂમી દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં વાગ્યા સુધીમાં ગુજરાતમાં 238 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો હતો.

કચ્છના માંડવીમાં સવા નવ ઈંચ વરસાદથી જળબંબાકાર

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં 154 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ કચ્છના માંડવીમાં સવા નવ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મુંદ્રામાં પાંચ ઈંચ, અબડાસામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં આજે 29 ઓગસ્ટ 2024, સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લામાં પડ્યો છે. માંડવીમાં સાડા ચાર ઈંચ, મુંદ્રામાં પોણા ચાર ઈંચ, અંજારમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો.

દેવભૂમિ દ્વારકામાં મુશળધાર વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકામાં પડ્યો હતો. જેમાં ભાણવડમાં પોણા 12 ઈંચ, કલ્યાણપુરમાં સાડા 10 ઈંચ, દ્વારકામાં સાડા આઠ ઈંચ, ખભાળિયામાં નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

20 તાલુકામાં 4 ઈંચથી 12 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 20 તાલુકા એવા છે જ્યાં 4 ઈંચથી લઈને 12 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ(MM)
દેવભૂમિ દ્વારકાભાણવડ295
કચ્છઅબડાસા275
દેવભૂમિ દ્વારકાકલ્યાણપુર263
કચ્છલખપત263
દેવભૂમિ દ્વારકાખંભાળિયા225
જામનગરજામજોધપુર218
દેવભૂમિ દ્વારકાદ્વારકા215
કચ્છનખત્રણા203
કચ્છમાંડવી182
જામનગરકાલાવડ172
જામનગરલાલપુર168
રાજકોટલોધિકા146
રાજકોટધોરાજી146
પોરબંદરકુતિયાણા131
રાજકોટજામકંડોરણા131
કચ્છઅંજાર124
પોરબંદરરાણાવાવ122
જામનગરજામનગર107
રાજકોટરાજકોટ107
પોરબંદરપોરબંદર107

12 તાલુકામાં 4 ઇંચથી 8 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 4 વાગ્યા સુધીમાં 22 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 12 તાલુકા એવા છે જેમાં 4 ઈંચથી 8 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
જામનગરજામજોધપુર198
કચ્છનખત્રણા188
કચ્છલખપત179
જામનગરલાલપુર162
જામનગરકાલાવડ162
રાજકોટધોરાજી142
કચ્છમાંડવી134
પોરબંદરકુતિયાણા128
રાજકોટલોધિકા120
પોરબંદરરાણવાવ115
જામનગરજામનગર101

આ પણ વાંચોઃ- ગુજરાતમાં વરસાદ અંગે પળેપળની માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો

22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 4 વાગ્યા સુધીમાં 22 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

12 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે, 12 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ વિસ્તારમાં એક અને બે એમએમ વરસાદ નોંધાયો છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત