ગુજરાત વરસાદઃ બનાસકાંઠા અને દ.ગુજરાતમાં ભારે વરસાદ, 163 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ તાપીના ડોલવનમાં સાડા ત્રણ ઇંચ પડ્યો

IMD Weather Forecast Today 3 August 2024 (હવામાન વિભાગની આગાહી): અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડવાનો શરૂ થયો છે ત્યારે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IMD Weather Forecast Today 3 August 2024 (હવામાન વિભાગની આગાહી): અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડવાનો શરૂ થયો છે ત્યારે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Updates

ગુજરાત વરસાદ અપડેટ્સ

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે જોકે, હળવા વરસાદની મહેર ચાલું છે. જે પ્રમાણે એક દિવસમાં પાંચ સાત ઈંચ વરસાદ પડતો હતો હવે એ માત્ર એક બે ઈંચ પુરતો રહ્યો છે. આજે શનિવારે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ પડવાનો શરૂ થયો હતો. જોકે,હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 163 તાલુકામાં વરસાદ નોંધાયો

આજે શનિવારે સવારથી જ ગુજરાતના અનેક જગ્યાએ વરસાદ વરસાનું શરુ થયું હતું. ત્યારે થોડા દિવસના વિરામ બાદ આજે ફરીથી વરસાદનો વ્યાપ વધ્યો હતો. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે શનિવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 163 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને નવસારી જિલ્લામાં બાદ તાપીમાં વરસાદે બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. જ્યારે બપોરે 12થી2 વાગ્યા સુધીમાં રાજ્યમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી અને બનાસકાંઠામાં નોંધાયો હતો.

ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 139 તાલુકામાં વરસાદ નોંધાયો

આજે શનિવારે સવારથી જ ગુજરાતના અનેક જગ્યાએ વરસાદ વરસાનું શરુ થયું હતું. ત્યારે થોડા દિવસના વિરામ બાદ આજે ફરીથી વરસાદનો વ્યાપ વધ્યો હતો. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે શનિવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 139 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને નવસારી જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. જ્યારે સવારે 10થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 65 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 121 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડ પ્રમાણે ગુજરાતમાં આજે 3 ઓગસ્ટ 2024, શનિવારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 121 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારી જિલ્લામાં પડ્યો હતો. નવસારીના વાંસદામાં પોણા બે ઈંચ, ચીખલીમાં દોઢ ઈંચ, ગણદેવી અને ખેરગામમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યમાં 66 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

આજે સવારે 6થી 8 માં ગુજરાતના 97 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડ પ્રમાણે ગુજરાતમાં આજે 3 ઓગસ્ટ 2024, શનિવારે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરના ક્વાંટમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો.

24 કલાકમાં વલસાડના વાપીમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વલસાડના કપરાડામાં પોણા સાત ઈંચ, પારડીમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીઓફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લાઓની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.

આ પણ વાંચોઃ-US Election : અમેરિકાના રાજકારણમાં વધુ એક ગુજરાતી વગાડશે ડંકો, કોણ છે યોગી પટેલ?

આ ઉપરાંત નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદર, અને છાટ ઉદેપુર, તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત