/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/kutch-Saurashtra-heavy-rain-.jpg)
Gujarat Rain Upate, IMD Weather Forecast: આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી - photo - Social media
Gujarat Flood Update, Cyclone Asna (ચક્રવાત આસ્ના અપડેટ): વડોદરાને પાણી પાણી કર્યા બાદ મેઘાએ સૌરાષ્ટ્રમાં પણ ધમાકેદાર બેટિંગ કરી હતી. ત્યારબાદ કચ્છમાં પણ ગુરુવારે મૂળશધાર વરસાદ પડ્યો હતો. આટલામાં હજી પુરું થતં નથી કારણ કે આજના દિવસે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના માથે વરસાદી ઘાત મંડરાઈ રહી છે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ છે.
કચ્છ સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ ભારે
હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 30 ઓગસ્ટ 2024, શુક્રવારના દિવસે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. વિસ્તારોમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ છે.
આ ઉપરાંત ગીર સોમનાથ અને દિવસમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે.
આજે અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની સંભાવના
ગુજરાતના માથે એક નહીં પણ બે ઘાત ઊભી થઈ છે. એક તરફ ભારે વરસાદના કારણે લોકો પરેશાન છે ત્યારે બીજી તરફ આજે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે શુક્રવારે ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની સંભાવના છે.
જોકે ચક્રવાત ભારતીય દરિયાકાંઠાને અસર કરે તેવી શક્યતા નથી કારણ કે સૌરાષ્ટ્ર-કચ્છ પર પ્રવર્તતું ડીપ ડિપ્રેશન શુક્રવાર સુધીમાં ઉત્તર અરબી સમુદ્રમાં ખસી ગયું હશે. 1964 પછી ઓગસ્ટમાં અરબ સાગરમાં વિકસિત થનારું આ માત્ર બીજું ચક્રવાત હશે. ચક્રવાતમાં તીવ્ર બનવા પર તે પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલ અસના નામ પ્રાપ્ત કરશે.
આ પણ વાંચોઃ- Cyclone In Gujarat : પૂર પછી હવે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, 1964 પછી ઓગસ્ટમાં પ્રથમ વખત અરબી સમુદ્રમાં ચક્રવાત
અસના વાવાઝોડું ત્રાટકવાની સંભાવના
હવામાન વિભાગે આપેલી વધુ માહિતી પ્રમાણે આજે શુક્રવાર, 30 ઓગસ્ટ 2024 દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અને પાકિસ્તાનના તટ અને પૂર્વોત્તર તથા એની આસપાસના પૂર્વ-મધ્ય અરબ સાગરના વિસ્તારોમાં 55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે ‘અસના’ વાવાઝોડું ત્રાટકવાની આશંકા છે. એને પગલે કચ્છ અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us