/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Rainfall-1-1.jpg)
ગુજરાતમાં વરસાદ. (Express photo - Nirmal Harindran)
Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુ વળી હતી. ત્યારે હવામાન વિભાગે આજે બુધવારના દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે 23 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ, કચ્છ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો હતો.
રાજ્યમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો
બે દિવસ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ આજે બુધવારના દિવસે વરસાદનું જોર ઘટ્યું હતું. આજે બપોર સુધીમાં માત્ર 27 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. એમાં પણ માંડ અડધો ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 31 જુલાઈ 2024, બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, બપોર સુધીમા માત્ર 27 તાલુકામાં જ વરસાદ
બે દિવસ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ આજે બુધવારના દિવસે વરસાદનું જોર ઘટ્યું હતું. આજે બપોર સુધીમાં માત્ર 27 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. એમાં પણ માંડ અડધો ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 31 જુલાઈ 2024, બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 27 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
પાટણ અને મહેસાણા જિલ્લામાં સૌથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં કુલ 169 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ, મહેસાણા જિલ્લામાં નોંધાયો હતો. પાટણમાં પાંચ ઈંચ કરતા વધારે, સિદ્ધપુરમાં સાડા ચાર ઈંચ, કચ્છના અબડાસામાં સવા ચાર ઈંચ, મહેસાણાના જોટાણામાં સાડા ત્રણ ઈંચ, ખેરાલુમાં સવા ત્રણ ઈંચ, મહેસાણામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
20 તાલુકામાં 2થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં કુલ 169 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં 20 તાલુકા એવા છે જેમાં 2 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ(mm) |
| મહેસાણા | વિસનગર | 101 |
| મહેસાણા | જોટાણા | 86 |
| મહેસાણા | ખેરાલુ | 80 |
| મહેસાણા | મહેસાણા | 75 |
| બનાસકાંઠા | ભાભર | 73 |
| મહેસાણા | બેચરાજી | 71 |
| પાટણ | રાધનપુર | 68 |
| પાટણ | સાંતલપુર | 68 |
| બનાસકાંઠા | લાખણી | 63 |
| કચ્છ | માંડવી | 62 |
| પાટણ | ચાણસ્મા | 60 |
| કચ્છ | અંજાર | 58 |
| પાટણ | સિદ્ધપુર | 56 |
| મહેસાણા | વડનગર | 55 |
| અમદાવાદ | દેત્રોજ | 54 |
| સુરત | ઉમરપાડા | 53 |
| પાટણ | હારીજ | 53 |
| દેવભૂમી દ્વારકા | ખંભાળિયા | 52 |
| કચ્છ | ભચાઉ | 52 |
| મહેસાણા | સતલાસણા | 49 |
24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં કુલ 169 તાલુકામાં વરસાદ પડ્યો હતો.અહીં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આજે આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજ 31 જુલાઈ 2024, બુધવારના દિવસે ગુજરાતના 23 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વિસ્તારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ-સુરત : ફાયર ઓફિસરના ખભે સુરતના ડેપ્યુટી મેયર, તસવીર વાયરલ થયા બાદ વિવાદ, કહ્યું – ‘ગંભીર ભૂલ’
જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો આજે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us