Gujarat Weather Update, હવામાન સમાચાર : ગુજરાતમાં વરસાદ ધીમી ગતિએ, 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો વરસાદ પડ્યો, આજની આગાહી?

IMD Weather Forecast Today 6 August 2024 (હવામાન વિભાગની આગાહી): ગુજરાતમાં 24 કલાકમાં વરસાદ ધીમો પડ્યો હતો. રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IMD Weather Forecast Today 6 August 2024 (હવામાન વિભાગની આગાહી): ગુજરાતમાં 24 કલાકમાં વરસાદ ધીમો પડ્યો હતો. રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી - Express photo

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ચુક્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ જળબંબાકારની સ્થિતિ ઊભી કરી છે. જોકે, સોમવારના દિવસે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જોકે, સૌથી વધારે દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે આજે છ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 30 તાલુકામાં વરસાદ

આજે મંગળવારે ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 6 ઓગસ્ટ 2024, મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના નિઝરમાં માત્ર અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

વરસાદનું જોર ઘટ્યું, આખા દિવસમાં સૌથી વધારે માત્ર દોઢ ઈંચ વરસાદ

શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદમાં દોઢ ઈંચ પડ્યો હતો. જ્યારે વલસાડના કપરાડમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો.

24 તાલુકામાં માત્ર અડધાથી એક ઈંચ વચ્ચે વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં 24 તાલુકા એવા છે જ્યાં અડધાથી એક ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

જિલ્લાતાલુકાવરસાદ (mm)
વલસાડકરજણ21
આણંદબોરસદ21
ડાંગઆહવા19
છોટા ઉદેપુરજેતપુર પાવી18
બનાસકાંઠાઅમિરગઢ18
બનાસકાંઠાદાંતા18
સાબરકાંઠાવડાલી18
વલસાડઉમરગામ17
પંચમહાલગોધરા17
વડોદરાસાવલી16
પાટણસાંતલપુર15
સાબરકાંઠાપોસિના15
આણંદઆંકલાવ14
છોટા ઉદેપુરછોટા ઉદેપુર14
પાટણસિદ્ધપુર14
સાબરકાંઠાવિજયનગર14
વલસાડવાપી13
રાજકોટગોંડલ13
તાપીવાલોદ13
બનાસકાંઠાડીસા13

રાજ્યના 168 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

આજે 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 6 ઓગસ્ટ 2024, મંગળવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.

આ ઉપરાંત આજે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત,ડાંગ અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત