ગુજરાતમાં વરસાદનો વિરામ! બપોર સુધી માત્ર 27 તાલુકામાં વરસાદ, સૌથી વધુ અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો

IMD Weather Forecast Today 7 August 2024 (હવામાન વિભાગની આગાહી): ગુજરાતમાં 24 કલાકમાં વરસાદ ધીમો પડ્યો હતો. રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આગામી બે દિવસ રાજ્યમાં હળવો વરસાદ પડશે.

IMD Weather Forecast Today 7 August 2024 (હવામાન વિભાગની આગાહી): ગુજરાતમાં 24 કલાકમાં વરસાદ ધીમો પડ્યો હતો. રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આગામી બે દિવસ રાજ્યમાં હળવો વરસાદ પડશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain data, Gujarat rain updates, Gujarat Monsoon Forecast

ગુજરાત વરસાદ (Express photo by Nirmal Harindran)

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર કર્યા બાદ બે દિવસથી વરસાદની ગતિ ધીમી પડી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ માત્ર એક ઈંચ જેટલો જ નોંધાયો છે. જોકે, રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે.ત્યારે આજે પણ સમગ્ર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હળવા પવન સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી છે.

આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા વચ્ચે ગુજરાતમાં માત્ર 27 તાલુકામાં જ વરસાદ

આજે 7 ઓગસ્ટ 2024, બુધવારના દિવસે ગુજરાતમાં વરસાદે એકદમ વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે અડધો ઈંચ કરતા પણ ઓછો વરસાદ રહ્યો હતો.

આજે સવારે 6થી 10 વચ્ચે ગુજરાતમાં માત્ર 14 તાલુકામાં જ વરસાદ

આજે 7 ઓગસ્ટ 2024, બુધવારના દિવસે ગુજરાતમાં વરસાદે એકદમ વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે. સવારે 10 વાગ્યા સુધીમાં માત્ર 14 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે અડધો ઈંચ કરતા પણ ઓછો વરસાદ રહ્યો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
ડાંગઆહવા8
વલસાડધરમપુર8
વલસાડકપરાડા8
નવસારીચિખલી7
ડાંગવઘઈ5
વલસાડપારડી5
ડાંગસુબિર4
બનાસકાંઠાઅમિરગઢ3
સાબરકાંઠાતલોદ3
ભાવનગરતાલિતાણા2
સુરતમહુવા2
બનાસકાંઠાડીસા1
નવસારીવાંસદા1
વલસાડવાપી1

ગુજરાતમાં વરસાદનો વિરામ?

છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં વરસાદની ગતિ એકદમ ધીમી પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. મંગળવારના દિવસે આખા દિવસમાં માત્ર 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એમાં પણ સૌથી વધારે વરસાદ માંડ એક ઈંચ જેટલો નોંધાયો હતો. છોટા ઉદેપુરના જેતપુરપાવીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે, બાકીના તાલુકામાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.

આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 7 ઓગસ્ટ 2024,બુધવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયમાં રાજ્યના 12 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એમાં પણ અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
વલસાડધરમપુર8
વલસાડકપરાડા8
નવસારીચિખલી8
ડાંગઆહવા5
ડાંગવઘઈ5
ડાંગસુબિર3
વલસાડપારડી3
ભાવનગરપાલિતાણા2
સુરતમહુવા2
બનાસકાંઠાડીસા1
નવસારીવાંસડા1
વલસાડવાપી1

13 તાલુકામાં 10 mm થી 24 mm વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 13 તાલુકામાં 10 mm થી 24 mm વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો

જિલ્લોતાલુકોવરસાદ(mm)
છોટા ઉદેપુરજેતપુરપાવી24
તાપીનિઝર20
વડોદરાકરજણ19
વડોદરાસિનોર19
આણંદઆંકલાવ13
નવસારીગણદેવી11
છોટા ઉદેપુરછોટા ઉદેપુર11
ડાંગસુબિર11
તાપીકુકરમુંડા11
ભરૂચવગ્રા10
નર્મદાનાંદોદ10
ડાંગઆહવા10
અરવલ્લીભિલોડા10

24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 7 ઓગસ્ટ 2024, બુધવારના દિવસે ગુજરાતનાબનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે.

આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અરવલ્લી ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દિવસમાં પણ સામાન્ય પવન સાથે હળવો વરસાદ પડશે. આ તમામ વિસ્તારોમાં પવનની ગતિ 30-40 કિલોમિટર પ્રતિકલાકની રહેશે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત