Gujarat Weather Update, હવામાન સમાચાર : ગુજરાતમાં વરસાદની બ્રેક, 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ, આજની આગાહી

IMD Weather Forecast Today 8 August 2024 (હવામાન વિભાગની આગાહી): ગુજરાતમાં 24 કલાકમાં વરસાદની ગતિ ધીમી પડી હતી. રાજ્યના 64 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

IMD Weather Forecast Today 8 August 2024 (હવામાન વિભાગની આગાહી): ગુજરાતમાં 24 કલાકમાં વરસાદની ગતિ ધીમી પડી હતી. રાજ્યના 64 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનો બ્રેક, આજની આગાહી

Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદનો બ્રેક, આજની આગાહી - Express photo

Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદે બ્રેક લીધો હોય એમ લાગી રહ્યું છે. ત્યારે બુધવારે વરસાદની ગતિ એકદમ ધીમી નોંધાઈ હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 64 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડાના માતરમાં અડધા ઈંચ જેટલો નોંધાયો હતો.

ગુજરાતમાં વરસાદે વિરામ લીધો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 64 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડાના માતરમાં, નવસારીના ચિખલીમાં, વલસાડના ધરપુરમાં, દાહોદના ફતેપુરામાં અને ડાંગના આહવામાં આ તમામ ક્ષેત્રમાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 64 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

    ગુજરાતમાં આજની વરસાદની આગાહી

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં હળવો વરસાદ રહેશે. વિસ્તારોની વાત કરીએ તો આજે 8 ઓગસ્ટ 2024, ગુરુવારના રોજ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

    આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

    Advertisment
    ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત