/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Gujarat-Summer-.jpg)
ઉનાળામાં ગુજરાતમાં વધતી જતી ગરમી - Express photo
Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન : એપ્રિલ મહિનો પતવા આવ્યો છે ત્યારે ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગુજરાતમાં બે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ પૂર્વ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છ સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. આ વિસ્તારોમાં મોટાભાગે ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ રહ્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાં બદલાતા વાતાવરણના પગલે એક ડિગ્રી જેટલી ગરમી ઓછી થતાં લોકોને થોડી રાહત મળી હતી.
અમદાવાદમાં ગરમી ઘટી
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં શુક્રવારે સવારે 41.3 ડિગ્રી જેટલી ગરમી નોંધાઈ હતી. જોકે દિવસ દરમિયાન વાતાવરણમાં બદલાવ થતાં સાંજે 39.7 ડિગ્રી મહત્તમ ગરમી નોંધાઈ હતી. આમ અમદાવાદમાં શુક્રવારે આશરે 1 ડિગ્રીની આસપાસ ગરમી ઘટી હતી. આજે શનિવારે પણ થોડું વાદળછાયું વાતવરણ હોવાના કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.
સૌરાષ્ટ્રમાં ગરમીએ માજા મૂકી
ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે શુક્રવારે અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, કેશોદ સહિતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. કેટલાક વિસ્તારોમાં ગરમી 40 ડિગ્રી નજીક રહી હતી.
આ પણ વાંચોઃ- પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ, બે દિવસમાં 6 સભા સંબોધશે
શુક્રવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 39.7 | 27.7 |
| ડીસા | 38.0 | 25.1 |
| ગાંધીનગર | 39.0 | 27.5 |
| વલ્લભ વિદ્યાનગર | 37.5 | 26.4 |
| વડોદરા | 38.0 | 28.0 |
| સુરત | 37.4 | 27.9 |
| વલસાડ | 36.0 | 19.6 |
| દમણ | 35.0 | 25.4 |
| ભુજ | 38.5 | 23.8 |
| નલિયા | 34.0 | 21.2 |
| કંડલા પોર્ટ | 33.8 | 24.2 |
| કંડલા એરપોર્ટ | 39.0 | 23.6 |
| અમરેલી | 40.3 | 25.4 |
| ભાવનગર | 37.7 | 28.0 |
| દ્વારકા | 30.6 | 26.4 |
| ઓખા | 34.2 | 25.5 |
| પોરબંદર | 35.8 | 22.8 |
| રાજકોટ | 40.8 | 22.4 |
| વેરાવળ | 33.4 | 24.9 |
| દીવ | 31.3 | 24.2 |
| સુરેન્દ્રનગર | 40.2 | 25.8 |
| મહુવા | 38.4 | 25.6 |
| કેશોદ | 40.0 | 23.3 |
આ પણ વાંચોઃ- ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : 25 બેઠક પર 265 ઉમેદવાર વચ્ચે જંગ, જુઓ સમગ્ર યાદી
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગના મતે આગામી બે દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આજે શનિવારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થવાની આગાહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us