/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gujarat-Heat-Wave-Agahi.jpg)
ગુજરાત હીટ વેવ આગાહી (ફોટો - એક્સપ્રેસ)
Gujarat Weather Updates : ગુજરાતમાં કાળ ઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે થોડા રાહતનાસમાચાર આપ્યા છે. ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીમાં થોડો ઘટાડો નોંધાશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગરમીમાં 2-3 ડિગ્રી સે. તાપમાન ઘટશે, તો ભારે પવન ફૂકાવાની પણ આગાહી કરી છે.
ગરમીમાં ઘટાડો થશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. તો દક્ષિણ પશ્ચિમથી પશ્ચીમી પવનો નીચેના સ્તરે પ્રવર્તિ રહ્યા છે, જેને પગલે આગામી દિવસોમાં ગરમી 2-3 ડિગ્રી ઘટી શકે છે.
ભારે પવન ફૂંકાશે
હવામાન વિભાગના અપડેટ્સ અનુસાર, પશ્ચિમી પવન નીચેના સ્તરે રહેતા રાજ્યમાં 25-30 ની ઝડપે ભારે પવન ફૂકાશે, જેને પગલે ગરમીમાં રાહત મળશે. પરંતુ, દરિયાકાંઠાના ભેજવાળા પવનોના કારણે ઉકળાટ અને અસ્વસ્થતાની સ્થિતિ રહેવાની સંભાવના છે.
કેરળમાં ચોમાસુ 31 મે 2024 એ દસ્તક આપી શકે છે
આ બાજુ ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે, કેરળમાં ચોમાસુ ટૂંક સમયમાં પહોંચી શકે છે. 31 મેના રોજ કેરળના દરિયાકાંઠે ચોમાસુ દસ્ક્ત આપશે, ત્યારબાદ આગળ વધી મહારાષ્ટ્રમાં 8થી 10 જૂન સુધી પહોંચશે અને ગુજરાતમાં 12 જૂનથી 15 જૂન સુધી પહોંચી શકે છે.
ઉત્તર ભારતમાં ગરમીથી લોકો ત્રાહિમામ
તો બીજી બાજુ ઉત્તર ભારતમાં રાજસ્થાન, પંજાબ સિહિતના રાજ્યમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અને 17 જેટલા રાજ્યોમાં તાપમાન 48 ડિગ્રીને વટાવી ગયું હતુ. જોકે, ધીમે ધીમે બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે. તો હવમાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, જૂનમાં તાપમાન વચ્ચે એક-બે ડિગ્રી ફરી વધી પણ શકે છે.
સોમવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 45.2 | 29.0 |
| ડીસા | 44.3 | 28.1 |
| ગાંધીનગર | 44.5 | 29.8 |
| વલ્લભ વિદ્યાનગર | 43.1 | 29.5 |
| વડોદરા | 40.6 | 29.8 |
| સુરત | 34.6 | 29.4 |
| વલસાડ | 35.6 | 00 |
| દમણ | 34.8 | 29.2 |
| ભુજ | 41.5 | 27.4 |
| નલિયા | 35.4 | 28.6 |
| કંડલા પોર્ટ | 42.5 | 29.0 |
| કંડલા એરપોર્ટ | 45.3 | 28.5 |
| અમરેલી | 00 | 00 |
| ભાવનગર | 44.4 | 29.3 |
| દ્વારકા | 32.4 | 28.4 |
| ઓખા | 35.8 | 29.1 |
| પોરબંદર | 35.4 | 28.2 |
| રાજકોટ | 41.4 | 26.6 |
| વેરાવળ | 34.8 | 28.9 |
| દીવ | 34.1 | 28.0 |
| સુરેન્દ્રનગર | 43.3 | 29.0 |
| મહુવા | 37.4 | 27.5 |
| કેશોદ | 37.1 | 28.3 |
આ પણ વાંચો - Monsoon 2024 Forecast : આનંદો! ચોમાસું ટૂંક સમયમાં કેરળ પહોંચશે, ત્રણે મહિનામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે
તમને જણાવી દઈએ કે, ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર, 28, 29 અને 30 જૂન બાદ ફરી ગરમીનો પારો થોડો વધી શકે છે. જોકે, કેરળમાં ચોમાસુ દસ્ક્ત દેતા જૂનના શરૂઆતના દિવસોમાં ભેજવાળા પવનોના કારણે ગરમીમાં રાહત મળશે પરંતુ ઉકળાટનો અહેસાસ થશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us