Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી : ગુજરાતમાં ઓગસ્ટમાં ભારે વરસાદ વરસ્યો હતો અને ઘણો વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. હાલ ત્રણ-ચાર દિવસથી વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ છે. જોકે હવે સપ્ટેમ્બર શરુ થતા વરસાદની નવો રાઉન્ડ શરુ થઇ જશે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક ડિપ્રેશન ઓડિશાના દક્ષિણ ભાગમાં સક્રિય થયું છે. આ ડિપ્રેશનની અસર ગુજરાત પર થશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
2 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 સપ્ટેમ્બરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા,છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
3 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – જાતે બનાવી બોટ, લોકોના પણ બચાવ્યા જીવ… પૂર વચ્ચે ગુજરાતમાં જોવા મળી રસપ્રદ સંઘર્ષની કહાની
4 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
4 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ ,નર્મદા અને સુરતમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
5 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
5 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.





