/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gujarat-weather-forecast.jpg)
ગુજરાતમાં ગરમી, આજનું હવામાન અપડેટ્સ - Express photo
Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન, ગુજરાત વેધરઃ લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાત સહિત 11 રાજ્યોમાં 93 બેઠકો ઉપર આજે મતદાન શરું થઈ ગયું છે. એક તરફ લોકશાહીનો પર્વ છે તો બીજી તરફ આકરો ઉનાળો. ગુજરાતમાં ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરુ કરી દીધું છે.ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં 41 ડિગ્રીની આસપાસ ગરમી રહી છે. અમદાવાદમાં પણ ગરમીએ 41 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે. આજના દિવસે વધારે ગરમી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
Gujarat Weather Updates: આજે અમદાવાદમાં 43 ડિગ્રી પહોંચશે ગરમી
હવામાન વેબસાઈટ AccuWeather પ્રમાણે આજે મંગળવારે 7 મે 2024ના રોજ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે લઘુતમ તાપમાન 29 ડિગ્રી રહેવાની ધારણા છે. અમદાવાદમાં બપોરના સમયમાં સુરજ અગનગોળા વરસાવશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે ત્યારે રિયલફીલ 44 ડિગ્રી લાગશે. અમદાવાદમાં હવાની ગતિ 11 કિલોમિટર પ્રતિ કલાકની રહેશે. ઉલ્લેખનીય છે કે સોમવારના દિવસે અમદાવાદમાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
Gujarat Weather Updates : ગુજરાતમાં આ વિસ્તારોમાં હીટવેવની આગાહી યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં સુરત, ભાવનગર, પોરબંદર, દિવ, દમણ, કચ્છ સહિતના વિસ્તારોમાં હિટવેવની આગાહી કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
વોટ આપવા ઘરમાંથી નીકળો ત્યારે આટલું ધ્યાન રાખવું
આજે લોકશાહીનો પર્વ છે. સાથે સાથે ભીષણ ગરમી પણ પડી રહી છે આવી સ્થિતિમાં લોકો ઘરમાંથી બહાર નીકળીને વોટ આપે એ મહત્વનું છે. ગરમી વચ્ચે લોકો મતદાન કરવા ઘરની બહાર નીકળે ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે સનસ્ટ્રોક કે ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચોઃ-Gujarat lok Sabha Election 2024 : ગુજરાતમાં 30 વર્ષમાં કોંગ્રેસ ક્યારેય ભાજપ કરતાં વધુ બેઠકો નથી જીતી શકી
આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે હવામાન વિભાગે હીટવેવની વોર્નિંગ આપવાની સાથે સૂચનો પણ આપ્યા છે.જેમાં કહેવાયું છે કે સીધા તડકાના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. આ ઉપરાંત યલો એલર્ટ વિસ્તારમાં રહેતા લોકોએ કામ વગરમાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સાથે સાથે હળવા રંગના અને સુતરાઉના કપડાં પહેરવા જોઈએ. સાથે ગરમીમાં બહાર નીકળતા સમયે માથું ઠાંકીને રાખવું જોઈએ.
Gujarat Weather Updates: ગુજરાતમાં સોમવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 41.2 | 27.0 |
| ડીસા | 39.2 | 25.5 |
| ગાંધીનગર | 40.6 | 27.2 |
| વલ્લભ વિદ્યાનગર | 39.7 | 26.4 |
| વડોદરા | 39.4 | 27.6 |
| સુરત | 37.0 | 28.0 |
| વલસાડ | 37.6 | 21.2 |
| દમણ | 34.0 | 27.8 |
| ભુજ | 39.6 | 24.0 |
| નલિયા | 34.2 | 24.8 |
| કંડલા પોર્ટ | 36.3 | 25.6 |
| કંડલા એરપોર્ટ | 40.6 | 25.1 |
| અમરેલી | 00 | 00 |
| ભાવનગર | 38.6 | 27.9 |
| દ્વારકા | 32.2 | 26.6 |
| ઓખા | 33.2 | 26.4 |
| પોરબંદર | 34.4 | 24.4 |
| રાજકોટ | 40.8 | 24.6 |
| વેરાવળ | 33.4 | 26.9 |
| દીવ | 33.6 | 25.7 |
| સુરેન્દ્રનગર | 41.3 | 26.2 |
| મહુવા | 00 | 00 |
| 40.1 23.7 | 38.0 | 25.8 |
અમદાવાદ ગુજરાતનું સૌથી ગરમ શહેર
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે સોમવારે ગુજરાતમાં 32.2 ડિગ્રી લઈને 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સોમવારે અમદાવાદ શહેર 41. 2 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 32.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે દ્વારકા રાજ્યનું ઠંડુ શહેર રહ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us