Gujarat Weather Updates: ગુજરાતમાં 5 દિવસ અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, ગરમીમાં રાહત મળશે: હવામાન વિભાગ

Gujarat Weather IMD Rain Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. વાદળછાયા માહોલ વચ્ચે લોકોને ગરમીમાં રાહત મળશે.

Gujarat Weather IMD Rain Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. વાદળછાયા માહોલ વચ્ચે લોકોને ગરમીમાં રાહત મળશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gujarat Heat Wave and Rain Forecast

ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી (ફોટો - એક્સપ્રેસ)

Gujarat Weather IMD Rain Forecast: ગુજરાત કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે વરસાદી માહોલ બનવાની હવામાન વિભાગે આગાહી છે. છેલ્લા દિવસથી સમગ્ર ગુજરાતમાં ભયંકર ગરમીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળશે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે રાજ્યમાં આગામી 7 દિવસસુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે.

Advertisment

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 4 મેના રોજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો 15 મેના રોજ વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી 5 દિવસ સુધી તાપમાન ઘટવાથી લોકોને ગરમથી રાહત મળી શકે છે.

ગુજરાત હવામાન વિભાગની 12 મેની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર 12 મેના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, દાદરા નગર હવેલી, દમણ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ અને આનંદમાં વરસાદ પડી શકે છે.

ગુજરાત હવામાન વિભાગ 13 મેની આગાહી

તો 13 મેના રોજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમા બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, મહીસાગર, ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, દાદરાનગર હવેલી, નર્મદા, વલસાડ જિલ્લામાં વરસાદ પડી શકે છે.

Advertisment
Gujarat Weather updates, Gujarat summer update, Gujarat heat wave,
ગરમી વચ્ચે વરસાદની આગાહી - Express photo

14 મેના રોજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, 14 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લ, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, નર્મદા, ભરૂચ અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.

અમદાવાદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 15 મેના રોજ અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો 16 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે.

તાપમાનનો પાર ગગડતા ગરમીમાં રાહત મળશે

ગુજરાતમાં ઘણા દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ઘણા શહેરોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. શનિવારે પણ ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાન 43 ડિગ્રી હતું. હવામાન વિભાગની આગાહી મુજબ વાદળછાયુ વાતાવરણ અને વરસાદથી માહોલથી પ્રજાને ગરમીમાં થોડીક રાહત મળી શકે છે.

વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત