Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન, ગુજરાત વેધરઃ ગુજરાતમાં એપ્રિલ મહિનો પુરો થયો છે અને હવે મે મહિનો શરુ થયો છે. મે મહિનો એટલે કાળઝાળ ગરમીનો મહિનો ગણાય છે. સમગ્ર ગુજરાતમાં મે મહિનામાં આગ ઝરતી ગરમી પડે છે. ત્યારે આ વર્ષે પણ મે મહિનામાં આકાશમાંથી આગ વરસશે. ખાસ કરીને અમદાવાદમાં મે મહિનામાં ઉનાળો આકરો બનશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મે મહિનામાં ગરમી રેકોર્ડ પર પહોંચી શકે છે.
અમદાવાદમાં 26 દિવસ ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા
હવામાન વિભાગે મે મહિનામાં ગરમી અંગે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં મે મહિનાના 31 દિવસ માંથી 26 દિવસ તાપમાન 41 ડિગ્રીથી વધારે રહેવાની શક્યતાઓ છે. જ્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં મંગળવારે 30 એપ્રિલ 2024ના રોજ લઘુત્તમ ગરમી 26 ડિગ્રી નોંધાઈ હતી જ્યારે મહત્તમ તપામાન 40.6 ડિગ્રી રહ્યું હતું.
Gujarat Weather Updates : પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે જેમાં ખાસ કરીને ભાવનગર અને પોરબંદરમાં હીટવેવની સ્થિતિ સર્જાવવાની શક્યતાઓ સેવી છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં તાપમાન અંગે વાત કરીએ તો કચ્છના ભુજમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન અને કંડલા એરપોર્ટમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી માટે ભાજપ સામે પડકારો વિશે પૂર્વ CM વિજય રૂપાણીએ શું કહ્યું અહીં વાંચો
જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી, મહુવામાં 40.8 ડિગ્રી, કેશોદમાં 40.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં 40 ડિગ્રી કરતા ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું.
Gujarat Weather Updates : ગુજરાતમાં મંગળવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 40.6 26.0 ડીસા 38.9 23.1 ગાંધીનગર 40.7 26.5 વલ્લભ વિદ્યાનગર 39.7 25.8 વડોદરા 40.4 27.6 સુરત 39.4 26.4 વલસાડ 41.6 19.4 દમણ 38.0 26.0 ભુજ 40.3 24.6 નલિયા 37.0 23.0 કંડલા પોર્ટ 34.1 25.8 કંડલા એરપોર્ટ 41.0 25.2 અમરેલી 40.4 26.6 ભાવનગર 39.4 26.9 દ્વારકા 31.4 26.6 ઓખા 34.6 26.0 પોરબંદર 37.5 24.6 રાજકોટ 42.0 23.6 વેરાવળ 34.2 25.3 દીવ 39.1 26.2 સુરેન્દ્રનગર 40.5 26.2 મહુવા 40.8 24.1 40.1 23.7 40.1 23.7





