Gujarat weather : ગુજરાતમાં 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ, ખંભાતમાં 4 ઈંચ, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

Gujarat unseasonal rain : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાગ આણંદ જિલ્લાના ખંભાતમાં પડ્યો હતો. ખંભાતમાં 4 ઈંચથી વધુ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

Gujarat unseasonal rain : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાગ આણંદ જિલ્લાના ખંભાતમાં પડ્યો હતો. ખંભાતમાં 4 ઈંચથી વધુ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rainfall data

ગુજરાતમાં વરસાદ - photo - canva

Gujarat weather rain updates : ગુજરાતમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાગ આણંદ જિલ્લાના ખંભાતમાં પડ્યો હતો. ખંભાતમાં 4 ઈંચથી વધુ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ખંભાતમાં રાજ્યનો સૌથી વધારે વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 7 મે 2025 સવારે 6 વાગ્યાથી લઈને 8 મે 2025 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદ જિલ્લાના ખંભાતમાં નોંધાયો હતો. ખંભાતમાં 4.02 ઈંચ રાજ્યનો સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.

59 તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો

તંત્ર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકમાં રાજ્યના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 24 કલાક દરમિયાન રાજ્યના 59 તાલુકા એવા છે જેમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જેમાં મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો એ જાણવા નીચેની PDF જુઓ

ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટેઅહીં ક્લિક કરો

આજે સવારથી રાજ્યમાં વરસાદનો વિરામ

વરસાદે બુધવારે સવારથી જ સમગ્ર રાજ્યમાં દેધનાધન કરી દીધી હતી. જોકે, આજે 8 મે 2025, ગુરુવાર સવારથી જ સમગ્ર રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલાયેલા આંકડા પ્રમાણે આજે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીના બે કલાકમાં રાજ્યમાં ક્યાંય વરસાદ નોધાયો નથી. તમામ તાલુકામાં વરસાદે વિરામ લીધો છે.

Advertisment
વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત