ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 141 તાલુકામાં વરસાદ, ખંભાતમાં જળબંબાકાર 4 ઈંચ વરસાદ

Gujarat unseasonal rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કૂલ 160 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભાગનવગર જિલ્લાના મહુવામાં 6.69 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Gujarat unseasonal rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કૂલ 160 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભાગનવગર જિલ્લાના મહુવામાં 6.69 ઈંચ વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat unseasonal rain

ગુજરાતમાં કમોસમી વરસાદ- photo Canva

Gujarat weather rain updates :ગુજરાતમાં વૈશાખ મહિનામાં જ અષાઢી માહોલ સર્જાયો છે. રાજ્યમાં ભરઉનાળે ચામાસું જેવું વાતાવરણ થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કૂલ 160 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભાગનવગર જિલ્લાના મહુવામાં 6.69 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે આજે વહેલી સવારથી જ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. રાત્રે પણ વરસાદે દેધાનધન કરી હતી.

ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 141 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં આજે 7 મે 2025, બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના ખંભાતમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ચાર જિલ્લામાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં રાજ્યના કૂલ 160 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 0.04 ઈંચથી લઈને 6.69 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના ચાર જિલ્લાઓ એવા છે જ્યાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આ જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી, આણંદ અને બનાસકાંઠા છે. ભાવનગરના મહુવામાં સૌથી વધારે 6.69 ઈંચ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા બે કલાકમાં 63 તાલુકામાં વરસાદ

તંત્ર દ્વારા જાહેર કરવામા આવેલા આંકડા પ્રમાણે આજે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં બે કલકામાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 0.04 ઈંચથી લઈને 2.28 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં આણંદના ખંભાતમાં સૌથી વધારે 2.28 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

અમદાવાદમાં ભારે વરસાદથી ચારે બાજુ પાણી પાણી

અત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આખી રાત અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. જેના પગલે સમગ્ર અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થયું હતું. ક્યાંક ક્યાંક ઢીંચણ સમા પાણી ભરાયા હતા. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી પાણી થયું હતું.

Advertisment
વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત