Gujarat Weather Updates : અમદાવાદમાં વધતી જતી ગરમી, હવામાન વિભાગે શું કરી આગાહી? ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ

Gujarat Weather Updates, today temperature, IMD forecast : અત્યારે ગુજરાતમાં 40 ડિગ્રીથી નીચે ગરમી છે પરંતુ ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. એટલે આગામી દિવસોમાં આગ ઝરતી ગરમી પડે તેવી શક્યતાઓ છે.

Written by Ankit Patel
Updated : April 24, 2024 10:23 IST
Gujarat Weather Updates : અમદાવાદમાં વધતી જતી ગરમી, હવામાન વિભાગે શું કરી આગાહી? ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ
ઉનાળામાં ગુજરાતમાં વધતી જતી ગરમી - Express photo bye pravin khanna

Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન : એપ્રિલ મહિનો પુરો થવાના આરે છે ત્યારે ગુજરાતમાં ગરમીએ પણ ધીમે ધીમે ગતિ પકડી છે. થોડા દિવસની રાહત બાદ સૂર્યદાદા ફરી અગન જવાળાઓ વરસાવવા લાગ્યા છે. અમદાવાદમાં ગરમીની વાત કરીએ તો અમદાવાદમાં ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. અમદાવાદમાં મંગળવારે 39.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે 40 ડિગ્રીને પાર કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાતમાં ગરમીએ ફરી 40 ડિગ્રીની સપાટી વટાવી

ગુજરાતમાં ગરમી અંગે વાત કરીએ તો ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. વિદ્યાનગર 40.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગુજરાતમાં મંગળવારે 30 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. જેમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન દ્વારકામાં 30.2 ડિગ્રી નોંધાયું હતું.

આ શહેરોમાં નોંધાયું 39થી વધુ તાપમાન

ગુજરાતના વિવિધ શહેરોની વાત કરીએ તો મંગળવારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભૂજ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી કરતા વધારે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયા, કંડલા પોર્ટ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, ઓખામાં ગરમીનો પારો 35 ડિગ્રી કરતા ઓછો નોંધાયો હતો.

આ પણ વાંચોઃ- ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી શું ભાજપમાં જોડાશે? કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ ના શરણે

અમદાવાદમાં ગરમીની શું છે સ્થિતિ?

થોડા દિવસની આંશિક રાહત બાદ અમદાવાદમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધીમે ધીમે ગરમીનો પારો વધવા લાગ્યો છે. અમદાવાદમાં ગરમીએ 39 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે. જે વધી રહી છે. આજે અમદાવાદમાં ગરમી 40 ડિગ્રી વટાવે તેવી શક્યતાઓ છે.

અમદાવાદમાં સવારે થોડી ઠંડક અનુભવાયા બાદ બપોરના સમયે અગન જવાળાઓનો અહેસાસ થાય છે. રસ્તાઓ ઉપર લોકોની અવરજવર પણ ધીમી પડી ગઈ છે. બપોરના સમયે મોટાભાગના લોકો કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે. અધિકારીઓએ પણ કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી છે. જ્યારે હવામાન વિભાગ તરફથી શહેરમાં ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કરાવમાં આવ્યું છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ39.625.0
ડીસા38.424.1
ગાંધીનગર39.625.5
વલ્લભ વિદ્યાનગર40.725.4
વડોદરા39.224.6
સુરત38.225.7
વલસાડ36.219.8
દમણ33.224.4
ભુજ39.222.9
નલિયા33.023.4
કંડલા પોર્ટ34.423.8
કંડલા એરપોર્ટ38.423.4
અમરેલી39.624.0
ભાવનગર38.224.9
દ્વારકા30.226.0
ઓખા33.425.3
પોરબંદર34.122.5
રાજકોટ39.722.3
વેરાવળ31.624.3
દીવ32.822.4
સુરેન્દ્રનગર39.724.8
મહુવા38.023.5
કેશોદ37.522.1

હવામાન વિભાગનું શું કહેવું છે

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધતી દેખાઈ રહી છે. મોટાભાગના શહેરોમાં ગરમી 39 ડિગ્રી પહોંચી ગઈ છે જ્યારે કેટલાક શહેરોમાં 40 ડિગ્રીને પાર કરી ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડશે અને ગરમીનો પારો હજી પણ વધારે પહોંચશે એવું હવામાન વિભાગનું અનુમાન છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ