/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Gujarat-summer-news-.jpg)
ગુજરાતમાં ગરમી - ફાઈલ તસવીર - Express Photo
Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન : ગુજરાતમાં ઉનાળો હવે પોતાની ચરમસીમા પર પહોંચી ગયો છે. એપ્રિલ મહિનો પોતાના અંતમાં છે ત્યારે ઉનાળાની ગરમીએ પણ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં હવે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40.8 એટલે કે 41 ડિગ્રી નજીક પહોંચી ગઈ છે.
Gujarat Weather Updates : ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું અમદાવાદ
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે બુધવારે 24 એપ્રિલ 2024ના રોજ દિવસ દરમિયાન 40.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યના અન્ય શહેરો કરતા સૌથી વધારે રહ્યું હતું. આમ અમદાવાદ ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે 30.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું.
Gujarat Weather Updates : આ શહેરોમાં ગરમીએ 40 ડિગ્રીની સપાટી વટાવી
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે ગુજરાતમાં સૌથી વધારે તાપમાન 40.8 ડિગ્રી રહ્યું હતું. જેમાં અમદાવાદમાં 40.8 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી,વડોદરામાં 40.6 ડિગ્રી, અમરેલીમાં 40.5 ડિગ્રી, રાજકોટમાં 405 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 40.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
Gujarat Weather Updates : ગુજરાતમાં બુધવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 40.8 | 26.6 |
| ડીસા | 39.4 | 24.5 |
| ગાંધીનગર | 40.4 | 25.6 |
| વલ્લભ વિદ્યાનગર | 41.7 | 26.2 |
| વડોદરા | 40.6 | 26.4 |
| સુરત | 38.8 | 26.0 |
| વલસાડ | 36.4 | 19.0 |
| દમણ | 33.8 | 24.0 |
| ભુજ | 39.0 | 23.2 |
| નલિયા | 34.4 | 22.0 |
| કંડલા પોર્ટ | 34.7 | 24.0 |
| કંડલા એરપોર્ટ | 38.1 | 23.2 |
| અમરેલી | 40.5 | 24.1 |
| ભાવનગર | 38.2 | 26.6 |
| દ્વારકા | 30.4 | 26.0 |
| ઓખા | 33.3 | 25.2 |
| પોરબંદર | 34.2 | 23.5 |
| રાજકોટ | 40.5 | 23.6 |
| વેરાવળ | 31.2 | 24.5 |
| દીવ | 33.6 | 23.4 |
| સુરેન્દ્રનગર | 40.7 | 25.4 |
| મહુવા | 37.8 | 23.1 |
| કેશોદ | 37.8 | 22.1 |
Gujarat Weather Updates : ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ
ઉનાળાની કાળગાળ ગરમીના કારણે અબોલ પશુપક્ષીઓની સાથે લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં ફરથી ગરમીએ 40 ડિગ્રીની મહત્તમ સપાટી વટાવતા અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે ગામો અને શહેરોના રસ્તાઓ સુમસામ ભાષી રહ્યા છે. લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. એટલું જ નહીં તંત્ર દ્વારા પણ બપોરના સમયમાં કામ વગર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ- ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી શું ભાજપમાં જોડાશે? કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ ના શરણે
Gujarat Weather Updates : હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે.અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં તાપમાન વધી શકે છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની આગાહી નથી. તે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. જેના કારણે ચોથા દિવસથી ગરમી વધવાનું અનુમાન છે. આજે એટલે કે 25 એપ્રિલ 2024, ગુરુવારના રોજ ગરમીનો પારો એક ડિગ્રી જેટલો વધવાની શક્યતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us