Gujarat Weather Updates : અમદાવાદમાં 42 ડિગ્રી પહોંચશે ગરમી, ગુજરાતના આ વિસ્તારોમાં હીટવેવની આગાહી

Summer Warning, Gujarat Weather Updates, today temperature, IMD forecast : ગુજરાતમાં ગરમીએ પોતાનું આકરું સ્વરૂપ દેખાડવાનું શરુ કર્યું છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી વધવાની શક્યતાઓ છે.

Summer Warning, Gujarat Weather Updates, today temperature, IMD forecast : ગુજરાતમાં ગરમીએ પોતાનું આકરું સ્વરૂપ દેખાડવાનું શરુ કર્યું છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી વધવાની શક્યતાઓ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather updates, Gujarat summer update, Gujarat heat wave | IMD forecast for Gujarat weather

ગુજરાતમાં ઉનાળો, હવામાન અપડેટ્સ, - Express photo

Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન, ગુજરાત વેધરઃ ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. મે મહિનો આખો સૂરજદાદા ધરતી પર અગન જ્વાળાઓ વરસાવશે. દિવસેને દિવસે ગરમી વધી રહી છે. કાળઝાર ગરમીના કારણે પશુ પક્ષીઓની સાથે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે. આ વિસ્તારોમાં ગરમીથી બચવા માટે પગલાં લેવાની સૂચના પણ અપાઈ છે.

Advertisment

Gujarat Weather Updates : ભાવનગર બન્યું ગુજરાતનું સૌથી ગરમ શહેર

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું. જોકે, ભાવનગર 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં રવિવારે 30 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.

Gujarat Weather Updates : અમદાવાદમાં કેવી છે ગરમીની સ્થિતિ?

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં રવિવારે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો. વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાં રાહત મળી હતી. જોકે, દિવસ દરમિયાન ગરમીનો પારો 29 ડિગ્રીથી લઈને 39.2 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. જોકે, અમદાવાદમાં પડતી ભીષણ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોરના સમયમાં રસ્તાઓ ખાલી દેખાયા હતા. રવિવારની રજા હોવા છતાં મોટાભાગના લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.

આ ઉપરાંત ​​​​​​​હવામાન વિભાગના પ્રમાણે મતદાનના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 42 ડિગ્નીને પાર પહોંચી શકે છે. મંગળવાર, 7 મે 2024ના રોજ મતદાનના દિવસે ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે.

Advertisment

Gujarat Weather Updates : રવિવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ39.2 29.0
ડીસા38.7 25.1
ગાંધીનગર38.6 28.3
વલ્લભ વિદ્યાનગર39.829.4
વડોદરા39.8 29.4
સુરત40.0 27.1
વલસાડ38.4 19.9
દમણ36.6 26.4
ભુજ37.4 26.9
નલિયા34.2 27.4
કંડલા પોર્ટ37.1 27.6
કંડલા એરપોર્ટ39.1 28.8
અમરેલી40.8 27.6
ભાવનગર41.0 30.0
દ્વારકા30.6 26.6
ઓખા33.1 27.0
પોરબંદર36.0 25.7
રાજકોટ37.0 24.6
વેરાવળ32.4 26.3
દીવ38.1 25.8
સુરેન્દ્રનગર39.8 28.4
મહુવા0027.1
40.1 23.738.6 25.5

Gujarat Weather Updates : હવામાન વિભાગે આ વિસ્તારોમાં આપી છે હીટવેવની આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત, દમણ,દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને પોરબંદર, ભાવનગર અને દિવમાં હીટવેવ રહેવાની શક્યતાઓ સેવી હતી.

આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી 2024: મહેસાણા બેઠક ભાજપ અને દેશ માટે છે ખાસ, જાણો રસપ્રદ ઈતિહાસ અને ચૂંટણી પરિણામ

ગરમીથી બચવા શું કરવું જોઈએ?

હવામાન વિભાગે હિટવેવની આગાહીની સાથે ગરમીથી બચવા સૂચનો કર્યા છે. જેમાં કહેવાયું છે કે સીધા તડકાના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. આ ઉપરાંત યલો એલર્ટ વિસ્તારમાં રહેતા લોકોએ કામ વગરમાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સાથે સાથે હળવા રંગના અને સુતરાઉના કપડાં પહેરવા જોઈએ. સાથે ગરમીમાં બહાર નીકળતા સમયે માથું ઠાંકીને રાખવું જોઈએ.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત