Gujarat Weather Updates : આજે પણ અમદાવાદમાં ગરમી 43 ડિગ્રી પહોંચશે, યલો એલર્ટ સાથે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Summer Warning, Gujarat Weather Updates, today temperature, IMD forecast : ગુજરાતમાં એક તરફ હીટવેવની ચેતવણી આપવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.

Summer Warning, Gujarat Weather Updates, today temperature, IMD forecast : ગુજરાતમાં એક તરફ હીટવેવની ચેતવણી આપવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Report : ગુજરાતમાં ગરમી 46 ડિગ્રીને પાર, લોકો ત્રાહિમામ, આજે પણ ગરમી ભુક્કા બોલાવશે!

અમદાવાદમાં ગરમી - Express photo

Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન, ગુજરાત વેધરઃ ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે. ગુજરાતમાં ઉનાળો વધારે આકરો બનતો જાય છે. દિવસેને દિવસ વધારે ગરમી પડી રહી છે. ત્યારે અમદાવાદમાં ગરમીએ 43 ડિગ્રીનો પારો વટાવી દીધો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન અમદાવાદમાં 43.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જોકે, હવામાન વેબસાઈટમાં આજે પણ 43 ડિગ્રી ગરમી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.

Advertisment

Gujarat Weather Updates : આજે પણ અમદાવાદમાં ગરમી 43 ડિગ્રી પહોંચશે

હવામાનની જાણકારી આપતી વેબસાઈટ AccuWeather પ્રમાણે આજે 8 મે 2024, બુધવારનો દિવસ અમદાવાદીઓ માટે પસાર કરવો કાઠો પડી જશે. કારણ કે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બપોરના સમયમાં આકરી ગરમીનો અહેસાસ થશે.સૂર્યદાદા આકાશમાંથી અગન ગોળા વરસાવશે. સાંજ પડે તાપમાન ઘટશે જોકે, ગરમીનો અહેસાસ રાત સુધી રહેશે.

Gujarat Weather Updates : ભુજ બન્યુ ગુજરાતનું સૌથી ગરમ શહેર

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે 7 મે 2024, મંગળવારે ભુજમાં ગુજરાતની સૌથી વધારે ગરમી નોંધાઈ હતી. ભુજમાં 43.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે રાજ્યમાં બીજા નંબરે અમદાવાદમાં 43.3 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચોઃ-ગુજરાત: શિક્ષકે કરી એવી કમાલ કે માર્કશીટ થઇ વાયરલ, જોઇ તમે પણ દંગ રહી જશો

Advertisment

મંગળવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ43.3 28.5
ડીસા41.3 26.8
ગાંધીનગર42.5 28.9
વલ્લભ વિદ્યાનગર40.2 26.4
વડોદરા41.4 27.4
સુરત34.6 28.2
વલસાડ35.2 21.2
દમણ33.6 27.0
ભુજ43.525.4
નલિયા36.2 26.0
કંડલા પોર્ટ36.1 26.5
કંડલા એરપોર્ટ41.0 26.1
અમરેલી0000
ભાવનગર38.2 26.9
દ્વારકા32.5 27.0
ઓખા33.4 26.6
પોરબંદર34.8 25.4
રાજકોટ42.7 24.0
વેરાવળ33.2 27.3
દીવ33.2 26.4
સુરેન્દ્રનગર43.0 27.2
મહુવા37.8 25.6
40.1 23.739.1 26.4

Gujarat Weather Updates : હવામાન વિભાગે શું કરી આગાહી?

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઉનાળામાં આગામી બે દિવસ ગુજરાતના સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર અને દિવમાં હીટવેવની શક્યતાઓ છે. અહીં તાપમાન ઊંચું જવાની ધારણા છે ત્યારે બીજી તરફ આગામી 12 અને 13 મે 2024ના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે. આ વિસ્તારોની વાત કરીએ તો છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત