Gujarat Weather Updates : આજે અમદાવાદમાં ગરમી 44 ડિગ્રી પહોંચશે, 8 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ, વલસાડમાં હીટવેવની આગાહી

Gujarat rain forecast, Gujarat Weather Updates, today temperature, IMD forecast : ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી હોય એમ લાગે છે. બપોરે ભારે ગરમી પડી રહી છે તો સાંજ પડે પવન ફૂંકાઈ રહ્યા છે. ક્યાં વરસાદ પણ પડી રહ્યો છે. આજે ગુજરાતમાં ક્યાં કેવું હવામાન રહેશે અહીં વાંચો.

Gujarat rain forecast, Gujarat Weather Updates, today temperature, IMD forecast : ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી હોય એમ લાગે છે. બપોરે ભારે ગરમી પડી રહી છે તો સાંજ પડે પવન ફૂંકાઈ રહ્યા છે. ક્યાં વરસાદ પણ પડી રહ્યો છે. આજે ગુજરાતમાં ક્યાં કેવું હવામાન રહેશે અહીં વાંચો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather updates, Gujarat summer update, Gujarat heat wave,

ગરમી વચ્ચે વરસાદની આગાહી - Express photo

Gujarat Rain Forecast, Gujarat Weather Updates : ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ હવામાન વિભાગ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ઉનાળો પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યું છે. વરસાદની આગાહી વચ્ચે ગરમી 44 ડિગ્રી નજીક પહોંચી ગઈ છે. જોકે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે. ગુજરાતમાં ગુરુવારે મહત્તમ ગરમી 43.6 ડિગ્રી પહોંચી જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે.

Advertisment

ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ અને હીટવેવની આગાહી કરી છે ત્યારે આજે 17 મે 2024, શુક્રવારના દિવસે ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે અને ક્યાં હીટવેવ અહીં જાણીશું. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહતિ બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ, મહિસાગર, તાપી અને ડાંગમાં વાવાઝોડા, ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે બાકીના વિસ્તારોમાં જેવા કે દીવ, દાદરા નગર હવેલી, દમણમાં હવામાન સુકું રહેશે.

Gujarat Weather Updates : વલસાડમાં હીટવેવની ચેતવણી સાથે રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે 17 મે, શુક્રવારના દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની શક્યતાઓ દર્શાવી છે. સાથે જ ગરમીનું રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. આ ઉપરાંત. બપોરના સમય દરમિયાન કામ વગર બહાર જવાનું ટાળવા માટે લોકોને સૂચન કર્યું છે.

આ પણ વાંચોઃ- પોઈચા નર્મદા નદીમાં ડુબેલા સાત પ્રવાસીમાંથી 6ના મૃતદેહ મળ્યા, નાનુ બાળક હજુ ગુમ

Advertisment

Gujarat Weather Updates : ગુજરાતમાં ગરમી 44 ડિગ્રી નજીક પહોંચી

હવામાન વિભાગે જાહેર કરેલા ગુરુવારના આંકડા પ્રમાણે ગુજરાતમાં સૌથી વધારે ગરમી 43.6 ડિગ્રી નોંધાઈ હતી. રાજ્યના 9 જિલ્લાઓમાં ગરમીએ 42 ડિગ્રીની સપાટી વટાવી હતી. જ્યારે અમદાવાદ અને ડિસામાં મહત્તમ ગરમી 43.6 ડિગ્રી રહેતા રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ ગરમી 40 ડિગ્રી ઉપર રહી હતી.

આ પણ વાંચોઃ-ગુજરાત: દાહોદ-છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરી કૌભાંડ, મુખ્ય આરોપીનું મોત, આજે પોસ્ટ મોર્ટમ

Ahmedabad Weather Updates : અમદાવાદમાં ગરમી 44 ડિગ્રી પહોંચશે

AccuWeather.com અનુસાર આજે શુક્રવારે અમદાવાદ શહેરમાં ગરમી ભુક્કા બોલાવશે. અમદાવાદમાં ગરમીનો પારો એક તબક્કે 44 ડિગ્રી પહોંચી શકે છે. બપોરનો સમય પસાર કરવો અમદાવાદીઓ માટે અઘરો બની રહેશે. અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આકાશમાં વાદળા 6 ટકા છે જ્યારે પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની છે. બપોરના સમયમાં હવામાં ભેજનું પ્રમાણ 17 ટકા રહેશે.

ગુરુવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ43.6 29.5
ડીસા43.6 28.6
ગાંધીનગર43.5 28.3
વલ્લભ વિદ્યાનગર42.529.4
વડોદરા42.228.4
સુરત40.4 28.6
વલસાડ39.2 19.8
દમણ37.0 27.8
ભુજ42.9 26.0
નલિયા38.8 27.0
કંડલા પોર્ટ39.0 29.1
કંડલા એરપોર્ટ42.5 28.9
અમરેલી41.2 26.5
ભાવનગર41.1 28.0
દ્વારકા32.8 28.0
ઓખા35.6 28.4
પોરબંદર38.6 26.6
રાજકોટ42.4 25.8
વેરાવળ39.2 27.3
દીવ35.5 26.3
સુરેન્દ્રનગર42.3 28.2
મહુવા41.6 26.5
કેશોદ40.5 25.2

રાજસ્થાનમાં ગરમીનો પારો 46.3 ડિગ્રી પર પહોંચ્યો

રાજસ્થાનમાં ગરમીએ ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યાં ગુરુવારે ગંગાનગરમાં મહત્તમ તાપમાન 46.3 ડિગ્રી નોંધાયું હતું. હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી છે. હવામાન કેન્દ્ર (જયપુર) અનુસાર, ગુરુવારે ગંગાનગરમાં મહત્તમ તાપમાન 46.3 ડિગ્રી, બાડમેરમાં 46.0 ડિગ્રી, જેસલમેરમાં 45.5 ડિગ્રી, બનાસ્થલી, પિલાની અને જાલોરમાં 45.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય જોધપુર અને સાંગરિયામાં 44.6 ડિગ્રી, ધોલપુરમાં 44.5 ડિગ્રી, કોટામાં 44.2 ડિગ્રી અને જયપુરમાં 44.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત