Gujarat Weather Updates : ગુજરાતમાં 43 ડિગ્રી ગરમી વચ્ચે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Summer Warning, Gujarat Weather Updates, today temperature, IMD forecast : એક તરફ ગુજરાતમાં આગ ઝરતી ગરમી પડી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે.

Summer Warning, Gujarat Weather Updates, today temperature, IMD forecast : એક તરફ ગુજરાતમાં આગ ઝરતી ગરમી પડી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather updates, Gujarat summer update, Gujarat heat wave,

ગરમી વચ્ચે વરસાદની આગાહી - Express photo

Gujarat Weather Updates, IMD forecast, ગુજરાતનું હવામાન, ગુજરાત વેધરઃ અત્યારે ગુજરાતમા ઉનાળો ભયંકર આગ વરસાવી રહ્યો છે. અમદાવાદ શહેર જાણે આગની ભઠ્ઠી બની ગયું હોય એમ ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. ગુજરાતમાં આગ ઝરતી ગરમી વચ્ચે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

Advertisment

આગની ભઠ્ઠીમાં ફેરવાયું અમદાવાદ

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદ આગની ભઠ્ઠી સમાન બની ગયું છે. સતત ત્રણ દિવસથી અમદાવાદમાં સૌથી વધારે 43 ડિગ્રી ગરમી પડી રહી છે. ગુરુવારે પણ અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી ઉપરનું તાપમાન રહ્યું હતું. ગાંધીનગર, વિદ્યાનગર અને અમરેલીમાં ગરમી 41 ડિગ્રી ઉપર રહી હતી.

Gujarat Weather updates, Gujarat summer update, Gujarat heat wave, IMD forecast for Gujarat weather | lok sabha election
અમદાવાદમાં ગરમી - Express photo

આ દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ વિસ્તાર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 12થી 15 મે 2024 વચ્ચે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે વરસાદ પડશે.

જ્યારે 14મી મેએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથોસાથ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

Advertisment

ગુરુવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ43.0 28.9
ડીસા40.728.0
ગાંધીનગર41.6 29.1
વલ્લભ વિદ્યાનગર41.9 28.4
વડોદરા40.8 27.8
સુરત34.0 28.0
વલસાડ34.8 20.2
દમણ33.8 26.8
ભુજ40.7 25.8
નલિયા35.226.4
કંડલા પોર્ટ38.0 27.0
કંડલા એરપોર્ટ39.4 26.9
અમરેલી41.2 27.0
ભાવનગર38.4 28.8
દ્વારકા33.1 27.3
ઓખા35.3 26.9
પોરબંદર34.6 27.0
રાજકોટ42.0 24.6
વેરાવળ34.4 27.5
દીવ32.8 26.1
સુરેન્દ્રનગર43.027.8
મહુવા37.2 24.5
40.1 23.736.5 26.1

આ પણ વાંચોઃ- ગુજરાત હાઈકોર્ટે જમીન હડપ કરવાના કાયદાની બંધારણીય માન્યતાને આપ્યું સમર્થન, પડકાર અરજીઓ ફગાવી

અમદાવાદમાં આજે કેવી રહેશે ગરમી?

ગુરુવારે અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ ગરમી નોંધાઈ હતી. જોકે, આજે શુક્રવારે એક ડિગ્રી જેટલી ગરમી ઘટવાની શક્યતાઓ છે. AccuWeather.com પ્રમાણે બપોરે મહત્તમ તાપમાન 42 ડિગ્રી જેટલું રહેશે. આજે હવામાં ભેજનું પ્રમાણે 28 ડિગ્રી રહેશે જ્યારે 13 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેશે. દ્રષ્યતા 10 કિલોમીટરની રહેશે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત