Gujarat Rain forecast : ગુજરાતમાં આજે વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે આવી કરી આગાહી

Gujarat Summer weather update : હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Summer weather update : હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Guajrat Rain Forecast | IMD Rain Forecast in gujarati | gujarat weather news | gujarat rain news

Gujarat Rain Forecast IMD : ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પ્રતિકાત્મક તરવીર. (Photo: Freepik)

Gujarat weather rain forecast, ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં અત્યારે હાવમાન પલટો આવ્યો છે. ઉનાળામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. સતત કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયેલો રહેલો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisment

આ વિસ્તારોમાં ગાજવીજ સાથે થશે વરસાદ

હવામાન વિભાગે ફરી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવમાન વિભાગ પ્રમાણે રાજ્યના દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વાવાઝોડા તેમજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ગાજવીદ સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવી હતી.

ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, જાનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment
ઉનાળો આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત