Gujarat Weather Updates: અમદાવાદમાં ઠંડીનો પારો ગગડ્યો, નલિયામાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું, ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather updates, IMD winter forecast : અમદાવાદમાં હવે ઠંડીનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. જ્યારે નલિયામાં હાડ થીજવથી ઠંડી શરુ થઈ ગઈ છે. જોકે, બે દિવસ બાદ નલિયામાં બુધવારે તાપમાન ઉચકાયું હતું.

Gujarat Weather updates, IMD winter forecast : અમદાવાદમાં હવે ઠંડીનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. જ્યારે નલિયામાં હાડ થીજવથી ઠંડી શરુ થઈ ગઈ છે. જોકે, બે દિવસ બાદ નલિયામાં બુધવારે તાપમાન ઉચકાયું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather | Gujarat Winter | IMD forecast | Google news

ગુજરાતમાં ઠંડી

Gujarat Weather updates, IMD winter forecast : શિયાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડીનો ચમકારો અનુભવાય છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે ત્યારે બપોરે ગરમીન પણ અનુભવાય છે. અમદાવાદમાં હવે ઠંડીનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. જ્યારે નલિયામાં હાડ થીજવથી ઠંડી શરુ થઈ ગઈ છે. જોકે, બે દિવસ બાદ નલિયામાં બુધવારે તાપમાન ઉચકાયું હતું. જોકે, સમગ્ર ગુજરાતમાં નલિયા 11.2 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું.

Advertisment

નલિયામાં ઠંડીનો પારો ઉચકાયો, 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે સોમવારે નલિયાનું લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, બુધવારે લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. આમ બે દિવસમાં નલિયામાં આશરે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાયું હતું. જોકે, આમ છતાં નલિયા બુધવારે પણ ગુજરાતનું સૌથી નીચું તાપમાન ધરાવતું શહેર બન્યું હતું. જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતમાં બુધવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?


શહેર
મહત્તમલઘુત્તમ
અમદાવાદ29.015.8
ડીસા29.613.6
ગાંધીનગર28.414.0
વલ્લભ વિદ્યાનગર28.516.7
વડોદરા29.015.4
સુરત31.618.0
વલસાડ33.619.0
દમણ31.617.8
ભુજ30.415.1
નલિયા29.511.2
કંડલા પોર્ટ30.616.3
કંડલા એરપોર્ટ29.612.0
ભાવનગર29.417.1
દ્વારકા29.017.4
ઓખા27.521.2
પોરબંદર31.014.0
રાજકોટ30.813.6
વેરાવળ31.018.3
દીવ29.816.9
સુરેન્દ્રનગર30.516.0
મહુવા31.613.9
વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત